રામ ચરણની ‘પેડ્ડી’ સામે નવી ફિલ્મો ફિક્કી પડી રહી છે
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) રામ ચરણની સ્પોર્ટ્સ એક્શન-ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. રિલીઝના બીજા અઠવાડિયામાં પણ ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ રહી છે અને કમાણીના મામલે અન્ય ફિલ્મોની સરખામણીએ ઘણું આગ
રામ ચરણ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) રામ ચરણની સ્પોર્ટ્સ એક્શન-ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. રિલીઝના બીજા અઠવાડિયામાં પણ ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ રહી છે અને કમાણીના મામલે અન્ય ફિલ્મોની સરખામણીએ ઘણું આગળ નીકળી ગઈ છે. બીજી તરફ, ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ઘણી નવી ફિલ્મોને વ્યાવસાયિક દિવસોમાં દર્શકોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

સેકનિલ્કના અહેવાલ અનુસાર, ‘પેડ્ડી’એ રિલીઝના 12મા દિવસે 4.10 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. જોકે 11મા દિવસની સરખામણીએ કમાણીમાં ઘટાડો નોંધાયો હતો, છતાં ફિલ્મનું કુલ ભારતીય નેટ કલેક્શન 220.10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે વિશ્વભરમાં ફિલ્મે 312.81 કરોડ રૂપિયાનું ગ્રૉસ કલેક્શન કર્યું છે. રામ ચરણ સાથે ફિલ્મમાં જાહ્નવી કપૂર, દિવ્યેંદુ, બોમન ઈરાની અને શિવ રાજકુમાર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળે છે.

બીજી તરફ, કંગના રણૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરતી નજર આવી રહી છે. ફિલ્મે ચોથા દિવસે માત્ર 65 લાખ રૂપિયા કમાયા, ત્યારબાદ તેનું કુલ કલેક્શન 4.90 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે દિલજિત દોસાંઝ અને શર્વરી વાઘ અભિનીત ‘મૈં વાપસ આऊંગા’એ ચોથા દિવસે 1.25 કરોડ રૂપિયાનો વેપાર કર્યો અને અત્યાર સુધી 6.75 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. મનોજ બાજપેયીની ‘ગર્વનર: દ સાયલન્ટ સેવિયર’એ ચોથા દિવસે 50 લાખ રૂપિયા કમાયા, જ્યારે વિક્રમ ભટ્ટીની હોરર ફિલ્મ ‘હોન્ટેડ 3D: ઈકોસ ઓફ દ પાસ્ટ’એ 2.20 કરોડ રૂપિયાનું કલેક્શન કરતાં, કુલ 11.55 કરોડ રૂપિયાની કમાણી નોંધાવી છે. નવી ફિલ્મોની તુલનામાં ‘પેડ્ડી’નો દબદબો હાલ કાયમ જણાઈ રહ્યો છે.

હિંદુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande