પોલીસનું ઓપરેશન ‘ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં
ગાંધીનગર,16 જૂન (હિ.સ.) ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” હાથ ધર્યુ છે. આ અભિયાનનાં પ્રથમ 14 દિવસમાં જ સમગ્ર રાજ્યમાંથી 84 બાળકમજૂરોને મુક્ત કરવામાં આવ્યાં છ
પોલીસનું ઓપરેશન ‘ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં


ગાંધીનગર,16 જૂન (હિ.સ.) ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ” હાથ ધર્યુ છે. આ અભિયાનનાં પ્રથમ 14 દિવસમાં જ સમગ્ર રાજ્યમાંથી 84 બાળકમજૂરોને મુક્ત કરવામાં આવ્યાં છે તેમને મજૂરીએ રાખી ગુનો આચરતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 26 આરોપીઓ સામે 16 કેસો કરવામાં આવ્યા છે.

આ અભિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છે “દરેક બાળક શાળામાં હોવું જોઈએ, કોઈપણ બાળક મજુરી કરતું ન હોવું જોઇએ.” આ અભિયાન અંતર્ગત, પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક વિસ્તારો, વેપાર સંસ્થાઓ અને બાળ મજુરો રાખતા હોય તેવા એકમો પર દરોડા પાડવામાં આવે છે અને જ્યાં બાળમજૂરો મળે છે ત્યાંથી તેમને મુક્ત કરી આરોપીઓ સામે ગુના દાખલ કરવામાં આવે છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ છે “દરેક બાળક શાળામાં હોવું જોઈએ, કોઈપણ બાળક મજુરી કરતું ન હોવું જોઇએ.”

આ અભિયાન અંતર્ગત, પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક વિસ્તારો, વેપાર સંસ્થાઓ અને બાળ મજુરો રાખતા હોય તેવા એકમો પર દરોડા પાડવામાં આવે છે અને જ્યાં બાળમજૂરો મળે છે ત્યાંથી તેમને મુક્ત કરી આરોપીઓ સામે ગુના દાખલ કરવામાં આવે છે. રાજ્ય પોલીસ વડા (ડીજીપી) જી.એસ મલિકે જણાવ્યું કે, આ અભિયાન માત્ર રેડ પાડવા પુરતુ સીમિત નથી. પરંતુ મુક્ત કરવામાં આવેલા બાળકોનું પુનર્વસન કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં તેમને નવી જિંદગી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, કારખાનાનો માલિક આ બાળકોને રોજ માત્ર 200 જેટલું વેતન આપતો હતો. એટલુ જ નહીં, જો બાળકો કામ કરવાની ના પાડે, તો તેમની સાથે બળજબરી કરતો હતો.

આ બાળકો પાસે સવારે 8:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા કામ કરાવવામાં આવતુ. માત્ર એક કલાકનો જ જમવાનો વિરામ આપવામાં આવતો. બાળકોને શારીરિક, માનસિક અને આર્થિક શોષણ સહન કરવું પડતું હતું. પોલીસે આ માસુમ બાળકોનું રેસક્યૂ કરીને તેમનું પુનર્વસન કર્યુ. આ બાળકો ફરીથી શાળાએ જાય તે માટે વ્યવસ્થા કરી. માસુમ બાળકોને મજુરીએ રાખનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.

રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિકે વધુમાં જણાવ્યું કે, “ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ હેઠળ અત્યાર સુધી 84 બાળમજૂરોને મુક્ત (રેસ્ક્યૂ) કરવામાં આવ્યા છે. 16 ગુનાઓ દાખલ કરી 26 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ 67 બાળકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે.રાજ્યભરમાં 160 જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.”

આ અભિયાન હેઠળ ગુજરાત પોલીસ 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. બાળ મજુરો રાખતા વેપારીઓ અને ફેક્ટરી માલિકોને બાળમજૂરી કાયદા અને શિક્ષણના મહત્વ વિશે જાગૃત કરવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande