લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં ઘેટાંનો આતંક, રાહદારીઓ પર હુમલાથી અનેક લોકો ઇજાગ્રસ્ત
સુરત, 16 જૂન (હિ.સ.): સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠીખાડી વિસ્તારમાં એક ઘેટાંએ અચાનક આક્રમક સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા લોકો પર ઘેટાંએ હુમલા શરૂ કરી દીધા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ
Surat


સુરત, 16 જૂન (હિ.સ.): સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠીખાડી વિસ્તારમાં એક ઘેટાંએ અચાનક આક્રમક સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા લોકો પર ઘેટાંએ હુમલા શરૂ કરી દીધા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઘેટાં બે લોકોને ભોં ભેગા કરતું જોવા મળે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઘેટાંના હુમલામાં એક નાના બાળક સહિત ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અચાનક થયેલા હુમલાથી મહિલાઓ અને બાળકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઘેટાં એટલું ઉગ્ર બની ગયા હતા કે તેની સામે આવનાર કોઈપણ વ્યક્તિ પર તે હુમલો કરી રહ્યું હતું. પરિણામે લોકો પોતાનો બચાવ કરવા માટે દોડધામ કરવા મજબૂર બન્યા હતા અને કેટલાક લોકોએ ઘરોમાં આશરો લીધો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને ડરનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande