
ઓકલેન્ડ, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.). ભારતીય મહિલા હોકી ટીમે, એફઆઈએચ મહિલા હોકી નેશન્સ કપ 2026માં શાનદાર પ્રદર્શન જારી રાખતાં પૂલ-એના પોતાના બીજા મુકાબલામાં મંગળવારે જાપાનને 2-1થી હરાવી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું. સતત બીજી જીત સાથે ભારત અંકતાલિકામાં શીર્ષસ્થાને પહોંચી ગયું.
નૉર્થ હાર્બર નેશનલ હોકી સેન્ટરમાં રમાયેલા મુકાબલામાં ભારતીય ટીમની કેપ્ટન સલીમા ટેટે અને લાલરેમસિયામીએ ગોલ કર્યા, જ્યારે જાપાન માટે એકમાત્ર ગોલ એઈ હિરામિત્સુએ કર્યો.
આ મુકાબલો ભારતીય મિડફિલ્ડર જ્યોતિ માટે પણ ખાસ રહ્યો, જેમણે પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો 100મો મુકાબલો રમ્યો.
પહેલા બે ક્વાર્ટરમાં બંને ટીમોએ અનેક તક ઊભી કરી, પરંતુ કોઈ પણ ગોલ કરવામાં સફળ રહી ન હતી અને મધ્યાંતર સુધી મુકાબલો ગોલરહિત રહ્યો.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે આગવી વધત મેળવી. 33મા મિનિટે પેનલ્ટી કોર્નર પર શાનદાર રણનીતિ હેઠળ નવનીત કૌરના શૉટને નિક્કી પ્રધાનેઃ યોગ્ય દિશા આપી અને કેપ્ટન સલીમા ટેટેએ બોલને ગોલમાં પહોંચાડી ભારતને 1-0થી આગળ કરી દીધું.
તેમ છતાં જાપાને તરત જવાબ આપ્યો અને 35મા મિનિટે પેનલ્ટી કોર્નર પર હિરામિત્સુએ ગોલ કરી સ્કોર 1-1થી બરાબર કરી દીધો.
નિર્ણાયક ચોથા ક્વાર્ટરમાં ભારતને જીત અપાવતો ગોલ 49મા મિનિટે આવ્યો. સુશીલા ચાનુ પોખરમબમે સર્કલની કિનારેથી સચોટ પાસ આપ્યો, જેના પર લાલરેમસિયામીએ શાનદાર ડિફ્લેક્શન દ્વારા બોલને ગોલમાં પહોંચાડી દીધો.
આ જીત સાથે ભારતે અમેરિકા અને જાપાન પર જીત નોંધાવી છ અંક મેળવ્યા અને સેમિફાઇનલમાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો.
હવે ભારતીય ટીમ પોતાનો અંતિમ પૂલ મુકાબલો 18 જૂને ઉરુગ્વે સામે રમશે, જ્યારે જાપાન અને અમેરિકા બીજા સેમિફાઇનલ સ્થાન માટે ટકરાશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ