વડોદરા પાલિકાના પાપે ઉનાળામાં પાણીનો વેડફાટ: રાવપુરા બાદ હવે ગાજરવાડીમાં હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું
વડોદરા , 16 જૂન (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં સતત બીજા દિવસે હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે. ગઈકાલે રાવપુરા કોઠી રોડ પર લાઈન લીકેજ થયા બાદ, આજે વાડી ગાજરવાડી સ્મશાન રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં મોટું લીકેજ સર્જા
પાણી


પાણી


પાણી


વડોદરા , 16 જૂન (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં સતત બીજા દિવસે હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે. ગઈકાલે રાવપુરા કોઠી રોડ પર લાઈન લીકેજ થયા બાદ, આજે વાડી ગાજરવાડી સ્મશાન રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં મોટું લીકેજ સર્જાયું હતું. ભીષણ ઉનાળામાં એકતરફ નાગરિકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ તંત્રની નિષ્ક્રિયતાના કારણે કિંમતી પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે.આ આખા છબરડાને લીધે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની કથળેલી કામગીરી સામે હવે જનતામાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે તંત્ર ઊંઘમાંથી જાગે અને આ લીકેજની મરામતનું કામ સત્વરે પૂરું કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande