પાટણમાં મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ
પાટણ, 16 જૂન (હિ.સ.)પાટણ શહેરના અઘારા દરવાજા પાસે આવેલી ઊંચી શેરીમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. વોર્ડ નંબર 2માં આવેલા આ વિસ્તારમાં સવારથી જ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ
પાટણમાં મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ


પાટણ, 16 જૂન (હિ.સ.)પાટણ શહેરના અઘારા દરવાજા પાસે આવેલી ઊંચી શેરીમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. વોર્ડ નંબર 2માં આવેલા આ વિસ્તારમાં સવારથી જ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, એક તરફ ઘરોમાં પીવાનું પાણી ઓછા દબાણથી અને અપૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે, જ્યારે બીજી તરફ મુખ્ય લાઇન તૂટવાને કારણે કિંમતી પાણી ગટરોમાં વહી જતું રહે છે. આ સ્થિતિને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

પાણીના ગંભીર વેડફાટને ધ્યાનમાં રાખીને રહીશોએ પાટણ નગરપાલિકાના જવાબદાર તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નાગરિકોએ તૂટેલી પાઇપલાઇનનું ઝડપથી રિપેરિંગ કરીને પાણીનો બગાડ અટકાવવા તેમજ વિસ્તારની પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande