વડોદરા: ગોરવા વિસ્તારમાં કામગીરી દરમિયાન વીએમસીનું ટ્રેક્ટર પલટી ગયું, જાહેર માર્ગ પર અફરાતફરી
વડોદરા , 16 જૂન (હિ.સ.) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની કામગીરી દરમિયાન આજે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. શહેરના વ્યસ્ત ગણાતા ગોરવા વિસ્તારમાં કોર્પોરેશનનું એક ટ્રેક્ટર સરકારી કામગીરી કરી રહ્યું હતું, તે દરમિયાન અચાનક ચાલકે સંતુલન
ટ્રેક્ટર


ટ્રેક્ટર


વડોદરા , 16 જૂન (હિ.સ.) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની કામગીરી દરમિયાન આજે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. શહેરના વ્યસ્ત ગણાતા ગોરવા વિસ્તારમાં કોર્પોરેશનનું એક ટ્રેક્ટર સરકારી કામગીરી કરી રહ્યું હતું, તે દરમિયાન અચાનક ચાલકે સંતુલન ગુમાવતા ટ્રેક્ટર જાહેર માર્ગ પર જ ઊંધું વળી ગયું હતું. ટ્રેક્ટર પલટી ખાવાના કારણે જોરદાર અવાજ થતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે જોતજોતામાં લોકોના મોટા ટોળા એકત્ર થઈ ગયા હતા. ભરેલા ટ્રેક્ટરની આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં થોડીવાર માટે ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જે ખૂબ જ રાહતની વાત છે.

ટ્રેક્ટર ચાલક તેમજ આસપાસના લોકોનો આબાદ બચાવ થયો હતો.જાહેર અને મુખ્ય માર્ગ પર ટ્રેક્ટર પલટી મારી ગયું હોવાના કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. ઓફિસ અને કામકાજના સમયે જ આ ઘટના બની હોવાથી થોડા સમય માટે સમગ્ર રોડ પર ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્રના માણસોએ ક્રેનની મદદથી ટ્રેક્ટરને રસ્તા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી, ત્યારબાદ ટ્રાફિક હળવો થયો હતો અને વાહનવ્યવહાર ફરી પૂર્વવત બન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande