
અમરેલી/અમદાવાદ,16 જૂન (હિ.સ.) ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા પ્રશ્નોને લઈને વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવે છે કે ગીરના સિંહ પરિવાર વારંવાર શિકારની શોધમાં માનવ વસ્તીમાં આવી જાય છે,મળતી માહિતી પ્રમાણે આવો જ એક બનાવ અમરેલી પંથકમાં માનવભક્ષી સિંહણે વતન જવા નીકળેળા યુવકને કાળનો કોળિયો બનાવ્યાની અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહણે એક પરપ્રાંતીય યુવકનો શિકાર કર્યો હતો. સિંહણ યુવકનું આખું શરીર ખાઈ ગયાનું જાણવા મળ્યું છે. સ્થળ પરથી પાંસળીના ટુકડા અને અડધું ખાધેલું માથું મળ્યું છે. રોડ સાઈડમાં ઊભેલા યુવાનને સિંહણે પકડી લીધો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
બનાવ બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.
માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ગામની બહાર એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો.
મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલી સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો.સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા.
ઘટનાસ્થળેથી માત્ર યુવકની ખોપરી અને હાડકાના અવશેષો જ મળ્યા. પોલીસે માંથુ અને માંસના ટૂકડા પોટલામાં બાંધી ને પોસમોરતાં માટે લઈ ગઈ
આ બાબતને એસીએફ વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું કે, કોઈ સ્પષ્ટ કારણ હાલમાં ન કહીં શકાય પણ કેટલીક વખત વન્યપ્રાણીની સાથે આકસ્મિત ભેગું થઈ જવું અથવા અગાઉ કોઈએ હેરાન કર્યું હોય, અથવા કોઈ વ્યક્તિ સિંહની વધારે નજીક પહોંચે ત્યારે સેફટીના કારણે પણ બનાવ બનતા હોય છે. આજે જે બનાવ બન્યો છે. તે વન્યપ્રાણી નવું નથી. 7થી 8 વર્ષનું છે. કેવી રીતે અને શા માટે હુમલો કર્યો એ અત્યારે નક્કી ન કરી શકીએ.
આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં ડીસીએફ ચિરાગ અમીનએ તાત્કાલિક વન્યપ્રાણીઓ પકડવા આદેશો આપ્યા હતા. જેને પગલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલ સિંહ ચાવડા અને આરએફઓ સહિતનો વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષ અને ભયને શાંત કરવા તેમજ નરભક્ષી બનેલા સિંહને ઝડપી લેવા માટે વનતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય હોવા છતાં, આ પ્રકારનો ઘાતકી હુમલો થતાં વન વિભાગની ચિંતામાં પણ મોટો વધારો થયો હતો.
વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા માટે એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળની આસપાસ આવેલા ગાંડા બાવળની ગીચ ઝાડીઓમાં સિંહણ સહિત અન્ય સિંહો પણ છુપાયેલા હોવાની આશંકાને પગલે વનવિભાગે સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કરી લીધો હતો, જેથી સિંહ અન્ય કોઈ રહેણાક વિસ્તાર તરફ ભાગી ન શકે.
વન્યજીવ ડૉક્ટરોની વિશેષ ટીમો પણ બચાવ સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં સિંહને ટ્રેન્ક્યુલાઈઝ કરીને બેભાન કર્યા બાદ તેને પાંજરે પુરવામાં આવ્યો હતો. વનવિભાગની ટીમે ગણતરીના કલાકોમાં સિંહને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. જો કે, હુમલા સમયે અન્ય સિંહો પણ હોવાથી વનવિભાગ વધુ કેટલાક સિંહોને રેસ્ક્યૂ કરશે. આ ઘાતકી ઘટનાને પગલે વન વિભાગે સ્થાનિક ગ્રામજનોને રાત્રિના સમયે સીમ વિસ્તારમાં એકલા બહાર ન નીકળવા અને પૂરતી સાવચેતી રાખવા માટે કડક સૂચના આપી છે.
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે, કોવાયા ગામમાં એક સિંહણે એક પરપ્રાંતીય યુવકનો શિકાર કર્યો છે. જે બહુ દુઃખની વાત છે. હું ગુજરાત રાજ્ય સરકારને પત્ર દ્વારા કહેવા માંગુ છું કે, જે રીતે કે સિંહ-સિંહણની વસતી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે પણ, માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ