આકાશી આફતો સામે ગુજરાત સરકારનું કવચ,છેલ્લા 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને 22,733 કરોડની રાહત સહાય
- માત્ર એક જ વર્ષમાં 36.74 લાખ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા 10,337 કરોડ - SDRF ઉપરાંત રાજ્ય સરકારે પોતાના ભંડોળમાંથી રૂ. 6,904 કરોડ ઉમેરી ખેડૂતોને આપ્યો આર્થિક સધિયારો ગાંધીનગર,16 જૂન (હિ.સ.) વાતાવરણમાં આવતા અણધાર્યા પરિવર્તનોના કારણે ગુજરાતના
farmers in the last 10 years


- માત્ર એક જ વર્ષમાં 36.74 લાખ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા 10,337 કરોડ

- SDRF ઉપરાંત રાજ્ય સરકારે પોતાના ભંડોળમાંથી રૂ. 6,904 કરોડ ઉમેરી ખેડૂતોને આપ્યો આર્થિક સધિયારો

ગાંધીનગર,16 જૂન (હિ.સ.) વાતાવરણમાં આવતા અણધાર્યા પરિવર્તનોના કારણે ગુજરાતના ખેડૂતો છેલ્લા એક દાયકામાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાંના પડકારોનો સામનો કરી રહ્યા છે. આવા કપરા સમયમાં રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે ખેડૂતોને આર્થિક પીઠબળ પૂરું પાડ્યું છે.

વર્ષ 2015-16થી 2025-26 દરમિયાન ગુજરાત સરકારે વિવિધ કૃષિ રાહત પેકેજ મારફતે 1.36 કરોડથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ 22,733 કરોડની સહાય ચૂકવી છે. કુદરતી આફતોના કારણે પાક નુકસાન સહન કરનારા લાખો ખેડૂતો માટે આ સહાય સંકટમોચક બની રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોને મુશ્કેલીના સમયમાં તાત્કાલિક રાહત આપવાની પરંપરા વધુ સુદ્રઢ બની છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આદરિયાણા ગામના ખેડૂત દેવરાજ સોલંકી માટે ગયા વર્ષનો કમોસમી વરસાદ વિનાશ લઈને આવ્યો હતો. ચણાનો આખો પાક બરબાદ થતાં પરિવાર સામે આર્થિક સંકટ ઊભું થયું હતું.

દેવરાજભાઈ જણાવે છે કે, “સવારે ખેતરે પહોંચ્યો ત્યારે આખો પાક નષ્ટ થઈ ગયો હતો. એક ક્ષણ માટે લાગ્યું કે હવે આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થશે. પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત મળેલી 44,000ની સહાય અમારા પરિવાર માટે આશાનું કિરણ બની. અમે ફરી વાવેતર કરી શક્યા અને ખેતીને નવા ઉત્સાહ સાથે આગળ વધારી શક્યા.”

દેવરાજભાઈ જેવા લાખો ખેડૂતો માટે સરકારની આ સંવેદનશીલતા આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

ભારે વરસાદ અને કમોસમી આફતથી થયેલા વ્યાપક પાક નુકસાન સામે રાજ્ય સરકારે વર્ષ 2025-26માં ઐતિહાસિક નિર્ણય લઈને 36.74 લાખથી વધુ ખેડૂતોને રૂ. 10,337 કરોડની સીધી સહાય ચૂકવી છે.ગુજરાતના કૃષિ ઇતિહાસમાં ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે આપવામાં આવેલી આ સૌથી મોટી સહાય પૈકીની એક મનાય છે.

ધરતીપુત્રો સાથે અડીખમ ઉભી છે ગુજરાત સરકાર

• 2015-16 : 1.82 લાખ ખેડૂતોને રૂ. 279 કરોડ

• 2017-18 : 7.69 લાખ ખેડૂતોને રૂ. 1,706 કરોડ

• 2018-19 : 17.59 લાખ ખેડૂતોને રૂ. 1,678 કરોડ

• 2019-20 : 33.18 લાખ ખેડૂતોને રૂ. 2,489 કરોડ

• 2020-21 : 19.03 લાખ ખેડૂતોને રૂ. 2,906 કરોડ

• 2021-22 : 7.67 લાખ ખેડૂતોને રૂ. 1,240 કરોડ

• 2022-23 : 1.93 લાખ ખેડૂતોને રૂ. 197 કરોડ

• 2023-24 : 2.55 લાખ ખેડૂતોને રૂ. 410 કરોડ

• 2024-25 : 8.04 લાખ ખેડૂતોને રૂ. 1,491 કરોડ

• 2025-26 : 36.74 લાખ ખેડૂતોને 10,337 કરોડ

છેલ્લા દસ વર્ષમાં આપવામાં આવેલી કુલ 22,733 કરોડની સહાયમાંથી 15,829 કરોડ SDRF ભંડોળમાંથી તેમજ 6,904 કરોડ રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવ્યા છે.

આમ, ઉપરોક્ત આંકડાઓ દર્શાવે છે કે કુદરતી આફતોની દરેક ઘડીમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.

પરિણામે આજે ગુજરાતનો અન્નદાતા વધુ આત્મવિશ્વાસ સાથે ખેતી કરી રહ્યો છે અને તેને વિશ્વાસ છે કે મુશ્કેલીની દરેક પળે સરકાર તેની પડખે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande