પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે 18 જૂને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાશે.
પોરબંદર, 17 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લાના ખેડૂતો આધુનિક કૃષિ ટેકનોલોજી તેમજ પ્રાકૃતિક ખેતી પ
પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે 18 જૂને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાશે.


પોરબંદર, 17 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લાના ખેડૂતો આધુનિક કૃષિ ટેકનોલોજી તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર બને અને જરૂરી માર્ગદર્શન મેળવી શકે તે હેતુથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ *‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’*નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરિસંવાદ તા. 18-06-2026, ગુરુવારના રોજ સવારે 10:00કલાકે કુતિયાણા ખાતે જૂની તાલુકા પંચાયત કચેરીની બાજુમાં મહેર સમાજ વાડી ખાતે યોજાશે.

આ પરિસંવાદ દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ, તેના લાભો, ખર્ચમાં ઘટાડો, જમીનની ઉર્વરતા જાળવવા માટેની પદ્ધતિઓ તેમજ સફળ પ્રયોગો અંગે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.

પોરબંદર જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને આ પરિસંવાદમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande