અમિત શાહે, વડોદરા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું...
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના વડોદરામાં થયેલા માર્ગ અકસ્માત પર, ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સંવેદના વ્યક્ત કરતાં ઘાયલોના વહેલા સ્વસ્થ થવાની કામના કરી. તેમણે સ્થાનિક વહીવટને ઘાયલોની સારવાર અને
શાહ


નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના વડોદરામાં થયેલા માર્ગ અકસ્માત પર, ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સંવેદના વ્યક્ત કરતાં ઘાયલોના વહેલા સ્વસ્થ થવાની કામના કરી. તેમણે સ્થાનિક વહીવટને ઘાયલોની સારવાર અને તમામ શક્ય સહાય પહોંચાડવાના નિર્દેશ આપ્યા.

અમિત શાહે બુધવારે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ગુજરાતમાં વડોદરા-જારોદ માર્ગ પર, થયેલો અકસ્માત અત્યંત દુખદ છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, જેમણે આ અકસ્માતમાં પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે.

ગૃહમંત્રીએ સ્થાનિક વહીવટને, તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપતાં ઘાયલોના વહેલા સ્વસ્થ થવાની કામના કરી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વડોદરામાં બુધવારે સવારે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને 31 લોકો ઘાયલ થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande