આમોદ મોટા તળાવની બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટર સામે રોષ
-ગુજરાત સરકાર દ્વારા 6.59 કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું -અગાઉના ભાજપ શાસિત બોર્ડે કોન્ટ્રાકટર પાસેથી મોટા પાયે ટકાવારી લીધેલી હોવાના થઈ રહ્યા છે આક્ષેપ -એન્જિનિયર અને બોર્ડના પ્રતિનિધિઓ સરપ્રાઈઝ વિઝિટ કરી કામ પર નજર રાખશે ભર
આમોદ મોટા તળાવની બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટર સામે રોષ


આમોદ મોટા તળાવની બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટર સામે રોષ


આમોદ મોટા તળાવની બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટર સામે રોષ


આમોદ મોટા તળાવની બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટર સામે રોષ


આમોદ મોટા તળાવની બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટર સામે રોષ


-ગુજરાત સરકાર દ્વારા 6.59 કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું

-અગાઉના ભાજપ શાસિત બોર્ડે કોન્ટ્રાકટર પાસેથી મોટા પાયે ટકાવારી લીધેલી હોવાના થઈ રહ્યા છે આક્ષેપ

-એન્જિનિયર અને બોર્ડના પ્રતિનિધિઓ સરપ્રાઈઝ વિઝિટ કરી કામ પર નજર રાખશે

ભરૂચ 17 જૂન (હિ.સ.) આમોદમાં મોટા તળાવ ખાતે રૂપિયા 6.59 કરોડના ખર્ચે સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલી બ્યુટીફિકેશન કામગીરી અંગે અનેક ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં અનેક ખામીઓ દેખાઈ આવતા કોન્ટ્રાકટર સામે પાલિકા સત્તાધીશોમાં રોષ જોવા મળ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના ભાજપ શાસિત બોર્ડે કોન્ટ્રાકટર પાસેથી પેટ ભરીને ટકાવારી લઈ લીધેલી હોય કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા હતા.

આમોદ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોને લઈને પાલિકા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આવી રહેલા પવિત્ર ગૌરીવ્રત સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખીને, શહેરમાં ચાલી રહેલા તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટની કામગીરી ગુણવત્તા સાથે અને અત્યંત ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશો જારી કરાયા છે.

નગરજનોને વહેલી તકે વિકાસકાર્યનો લાભ મળશે

આ બાબતે વધુ માહિતી આપતા આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજીદઅલી રાણાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધાર્મિક અને સામાજિક તહેવારો આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ કામગીરી ઝડપથી અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. આ કામગીરી સમયસર પૂર્ણ થવાથી સ્થાનિક નગરજનોને આ સુંદર વિકાસકાર્યનો લાભ વહેલી તકે મળી શકશે.

આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી રાકેશ ઠાકોર,ઉપપ્રમુખ સાજીદઅલી રાણા,કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા સહિત પાલિકાના સદસ્યો શકીલ કાપડિયા તેમજ ટીપીઆઈ, કન્સલ્ટન્ટ, ઇજનેર સાથે કોન્ટ્રાક્ટરે તળાવની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.જેમાં અનેક પ્રકારની તકનીકી અને ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવી હતી.

નિરીક્ષણ દરમિયાન કેટલાક સ્થળોએ પેવર બ્લોક બેસી જવા, રબલ પિચિંગ કામગીરીમાં ક્ષતિઓ, દીવાલોમાં તિરાડો, સેફ્ટી રેલિંગમાં ખામીઓ, ગાર્ડન વિકાસ કામગીરીમાં અપૂરતા કામો તેમજ માટી પુરાણમાં ગુણવત્તા વિનાની માટીનો ઉપયોગ થયો હોવાની બાબતો ધ્યાન પર આવી હતી.

કામગીરી પર રખાશે કડક નજર, ચૂક કરનાર સામે થશે કાર્યવાહી

પાલિકા ઉપપ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે, તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની આળસ કે ગુણવત્તા બાબતે કોઈ પણ બાંધછોડ કે છૂટછાટ આપવામાં આવશે નહીં. કામની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે નગરપાલિકાના ઇજનેર તથા બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા સમયાંતરે ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવશે. આ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન કામગીરીની બારીકાઈથી ચકાસણી કરવામાં આવશે અને જ્યાં પણ કોઈ ખામી જણાશે, ત્યાં જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટનો માહોલ

આમોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા વિકાસકાર્યોની ગુણવત્તા જાળવવા અને ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરવા માટે લેવાયેલા આ કડક નિર્ણયને પગલે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી છે. બીજી તરફ, પાલિકાના આ આકરા વલણ અને કડક કાર્યવાહીના આદેશને કારણે હલકી ગુણવત્તાનું કામ કરતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande