બોટાદ ખાતે ‘ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ’ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો
બોટાદ, 17 જૂન (હિ.સ.) : બોટાદ ખાતે ‘ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીનીઓમાં સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિ અંગે જ્ઞાન વધે તે હેતુથી વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે બોટાદ ટાઉન પોલી
સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો


બોટાદ, 17 જૂન (હિ.સ.) : બોટાદ ખાતે ‘ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીનીઓમાં સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિ અંગે જ્ઞાન વધે તે હેતુથી વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ડાવરા સાહેબ, સુરક્ષા સેતુ સોસાયટી (પોલીસ અધિક્ષક શ્રીની કચેરી, બોટાદ) ખાતે ફરજ બજાવતા નરેશભાઈ સોલંકી, સાયબર પોલીસ સ્ટેશનની ટીમ તેમજ અરવિંદભાઈ સુવેરા ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં આશરે 200 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને હાલના સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઓનલાઈન ઠગાઈ, ફેક લિંક્સ, ઓટીપી શેર કરવાની ભૂલો, સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી તેમજ વ્યક્તિગત માહિતીની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગે ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં SHE ટીમની કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. મહિલા સુરક્ષા, કાયદાકીય સહાય, હેલ્પલાઈન સેવાઓ તથા કોઈપણ પ્રકારના હેરાનગતિના બનાવોમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની જરૂરિયાત અંગે વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સલામતી અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.

સોશિયલ મીડિયાનો સકારાત્મક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તેમજ તેના દુરુપયોગથી થતા નુકસાન અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહિલા કારકિર્દી અને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ માટે ઉપલબ્ધ તકો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ જાગૃતિ સેમિનાર વિદ્યાર્થીનીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક સાબિત થયો હતો, જેમાં સુરક્ષા, આત્મવિશ્વાસ અને ડિજિટલ સજાગતા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande