રાહુલ ગાંધીનો વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતઃ ભાજપ
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કોટામાં વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમને લઈને રાજકીય નિવેદનબાજી ચરમસીમાએ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ, રાહુલ ગાંધી પર તીખો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો છે કે, તેમણે નીટ પરીક્ષા થવાના માત્ર ત્રણ દિવસ
પત્રકાર પરિષદને સંબોધતા ડૉ. સુધાંશુ ત્રિવેદી


નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કોટામાં વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમને લઈને રાજકીય નિવેદનબાજી ચરમસીમાએ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ, રાહુલ ગાંધી પર તીખો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો છે કે, તેમણે નીટ પરીક્ષા થવાના માત્ર ત્રણ દિવસ પહેલાં આવો કાર્યક્રમ યોજીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ બુધવારે પાર્ટી મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, માત્ર ત્રણ દિવસ બાદ નીટની પરીક્ષા ફરીથી યોજાવાની છે. આ મુદ્દે એક તરફ તમામ વિદ્યાર્થીઓ સંપૂર્ણ એકાગ્રતા સાથે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ સરકાર સમગ્ર પ્રક્રિયાને સંવેદનશીલતા અને સતર્કતા સાથે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું કે, એક તરફ સરકાર સંવેદનશીલતા સાથે કાર્ય કરતી દેખાઈ રહી છે, જ્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધી કૂટનિતીનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી વિદ્યાર્થી જીવનમાં પણ નિષ્ફળ રહ્યા, જે કંપનીમાં નોકરી કરી ત્યાં પણ નિષ્ફળ રહ્યા, કંપની ચલાવી ત્યાં પણ નિષ્ફળ રહ્યા અને નેતા તરીકે પણ નિષ્ફળ રહ્યા.

ભાજપના પ્રવક્તા ત્રિવેદીએ પૂછ્યું કે, પરીક્ષાથી પૂર્વના અંતિમ 72 કલાક, જ્યારે પરીક્ષાર્થી સંપૂર્ણ એકાગ્રતા સાથે માનસિક રીતે તણાવમુક્ત રહીને અંતિમ તબક્કાની તૈયારી કરવા માંગે છે, ત્યારે કોંગ્રેસ આવા આયોજન કરીને વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ કરીને તેમના મનમાં ભય અને તણાવ પેદા કરીને તેમને માનસિક યાતના કેમ આપવા માંગે છે?

ત્રિવેદીએ કહ્યું કે, જ્યારે પરીક્ષા ફરીથી યોજવાનો નિર્ણય પહેલેથી જ લેવામાં આવી ચૂક્યો છે અને ન્યાયપાલિકાએ પણ મામલાનું સંજ્ઞાન લઈ લીધું છે, તો કોંગ્રેસ હવે આખરે શું માગી રહી છે. તેમણે રાજસ્થાનને વિરોધનું કેન્દ્ર બનાવવામાં પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. ત્રિવેદીએ કહ્યું કે, કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન રાજસ્થાનમાં 19 પરીક્ષા પત્રો લીક થયા હતા, પરંતુ ત્યારે કોઈ એક મામલામાં પણ કાર્યવાહી કરવામાં આવી નહોતી. બીજી તરફ, ભાજપ સરકારના છેલ્લા અઢી વર્ષના કાર્યકાળમાં એક પણ પેપર લીક થયું નથી.

ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીની રેલીમાં વિદ્યાર્થીઓની ભીડ એકત્ર કરવા માટે હોસ્ટેલ, પીજી અને ગેસ્ટ હાઉસ સંચાલકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે પૂછ્યું કે, પરીક્ષાથી માત્ર 72 કલાક પહેલાં આવું કેમ કરવામાં આવી રહ્યું છે.

ભાજપના પ્રવક્તા ત્રિવેદીએ કોંગ્રેસ પર સુનિયોજિત સાજિશ રચવાનો આરોપ લગાવતા કહ્યું કે, આ કોંગ્રેસની ટૂલકિટ માનસિકતાનું ઉદાહરણ છે. જ્યારે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય થઈ ચૂક્યો છે અને ન્યાયાલય પણ આ અંગે સંજ્ઞાન લઈ ચૂક્યું છે, તો તમે કઈ વાતની માગ કરી રહ્યા છો?

હિંદુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande