ભાવનગર એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
ભાવનગર, 17 જૂન (હિ.સ.)ભાવનગર શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી કરતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મહત્વની સફળતા મળી છે. એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે બાતમી મળી હતી કે સુભાષનગર વિસ્તાર
પકડાયેલો આરોપી


ભાવનગર, 17 જૂન (હિ.સ.)ભાવનગર શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી કરતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મહત્વની સફળતા મળી છે. એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે બાતમી મળી હતી કે સુભાષનગર વિસ્તારમાં એક વ્યક્તિ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે.

મળેલી બાતમીના આધારે પોલીસે સુભાષનગર શહેર ફરતી સડક પર રબ્બર બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી ધર્મરાજ સોસાયટીના કોમન પ્લોટ ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી સંખ્યામાં કંપની સીલપેક બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન બોટલો પર “ફોર સેલ ઇન દાદરા એન્ડ નગર હવેલી ઓન્લી” લખેલું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી દક્ષભાઈ ભરતભાઈ મકવાણા (ઉંમર 20 વર્ષ), રહેવાસી પ્લોટ નંબર 2365, શહેર ફરતી સડક, રબ્બર બસ સ્ટેન્ડ પાસે, સુભાષનગર, ભાવનગરને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મેજીક મુવમેન્ટ કંપનીની 180 એમએલ ક્ષમતાવાળી કુલ 288 સીલપેક બોટલો કબજે કરવામાં આવી હતી. કબજે કરાયેલા દારૂની કુલ કિંમત રૂપિયા 43,200 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ મામલે આરોપી વિરુદ્ધ ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એલસીબીની આ કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande