સર્રાફા બજારમાં નરમાઈ નું વલણ
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) દેશના સ્થાનિક સર્રાફા બજારમાં આજે ઘટાડાનું વલણ જળવાઈ રહ્યું છે. ભાવમાં આવેલા ઘટાડાના કારણે ચેન્નઈ સિવાય દેશના મોટાભાગના સર્રાફા બજારોમાં સોનું આજે 170 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થયુ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) દેશના સ્થાનિક સર્રાફા બજારમાં આજે ઘટાડાનું વલણ જળવાઈ રહ્યું છે. ભાવમાં આવેલા ઘટાડાના કારણે ચેન્નઈ સિવાય દેશના મોટાભાગના સર્રાફા બજારોમાં સોનું આજે 170 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થયું છે. તેવી જ રીતે ચેન્નઈમાં સોનાના ભાવમાં આજે 120 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીની નરમાઈ આવી છે. ચાંદીના ભાવમાં પણ આજે 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સાંકેતિક ઘટાડો નોંધાયો છે.

ભાવમાં આવેલા ઘટાડાના કારણે આજે દેશના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનું 1,51,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,53,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનું આજે 1,38,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,40,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ નરમાઈ આવતાં આ ચમકતી ધાતુ દિલ્હી સર્રાફા બજારમાં આજે 2,64,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 1,51,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,38,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,51,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,38,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 1,51,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,38,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં 24 કેરેટ સોનું આજે 1,53,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,40,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,51,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,38,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,51,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,38,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

જયપુરમાં 24 કેરેટ સોનું 1,51,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,38,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,51,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,38,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. લખનઉના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનું આજે 1,51,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,38,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના સર્રાફા બજારમાં પણ આજે સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,51,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. તેવી જ રીતે આ ત્રણેય શહેરોના સર્રાફા બજારોમાં 22 કેરેટ સોનું 1,38,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande