નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી કાર્ગો સેવા પણ શરૂ, ચેન્નઈથી નોયડા પહોંચી પહેલી ફ્લાઇટ
નોઈડા, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી બુધવારે કાર્ગો ઉડાન સેવા પણ શરૂ થઈ ગઈ. ચેન્નઈથી આવેલા પ્રથમ વિમાનનું એરપોર્ટ પર સવારે વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું. આ માટે એફકોમ કંપની સાથે સમજૂતી કરવામાં આવી છે. આ માલવાહક (કાર્ગો)
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી કાર્ગો સેવા પણ શરૂ


નોઈડા, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી બુધવારે કાર્ગો ઉડાન સેવા પણ શરૂ થઈ ગઈ. ચેન્નઈથી આવેલા પ્રથમ વિમાનનું એરપોર્ટ પર સવારે વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું. આ માટે એફકોમ કંપની સાથે સમજૂતી કરવામાં આવી છે. આ માલવાહક (કાર્ગો) એરલાઇન છે. તે ખાસ માલ પરિવહન તથા સપ્લાય ચેઇન સેવાઓ આપવા માટે બોઇંગ 737-800 માલવાહક વિમાનોનો ઉપયોગ કરે છે. આ કંપની જ એરપોર્ટથી કાર્ગો ઉડાનોનું સંચાલન કરશે.

માહિતી અનુસાર એર ઇન્ડિયા સેટ્સ તરફથી કાર્ગો ઉડાનો માટે એરપોર્ટમાં તૈયારી કરવામાં આવી છે. કંપનીએ નોઈડા એરપોર્ટથી મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપ સુધી નેટવર્ક જોડવાની તૈયારી કરી છે. નિયમિત કાર્ગો ઉડાનો શરૂ થયા બાદ નોઈડા એરપોર્ટ પર મજબૂત એર કાર્ગો ઇકોસિસ્ટમ બનાવવા દિશામાં ઝડપથી આગળ વધશે. એર ઇન્ડિયા સેટ્સે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ 80 એકરમાં કાર્ગો હબ તૈયાર કર્યો છે. અહીંથી કાર્ગોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુવિધાઓ મળશે. પહેલા તબક્કામાં કાર્ગોની વાર્ષિક ક્ષમતા 2.55 લાખ મેટ્રિક ટન છે. અહીં કાર્ગો ટર્મિનલ, વેરહાઉસ, ટ્રકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ફ્રેટ ફોરવર્ડર્સ માટે વેરહાઉસ સુવિધા, કન્સોલિડેશન સેન્ટર, ટ્રકોની અવરજવર, ડિજિટલ શિપમેન્ટ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી મંગળવારે બે નવા શહેરો માટે પણ ઉડાન સેવા શરૂ થઈ ગઈ હતી. અકાસા એરએ નવી મુંબઈ અને ઈન્ડિગોએ જમ્મુ માટે ઉડાનો શરૂ કરી. અકાસા એરલાઇન્સની પહેલી ફ્લાઇટ ગઈકાલે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નોઈડા પહોંચી હતી અને ત્યારબાદ નોઈડાથી નવી મુંબઈ માટે રવાના થઈ હતી. હવે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી બेंગલુરુ, હૈદરાબાદ, અમૃતસર, જમ્મુ અને નવી મુંબઈ માટે રોજિંદી વિમાન સેવા મળશે.

હિંદુસ્થાન સમાચાર / સુરેશ ચૌધરી / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande