
પોરબંદર, 17 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરના રોકડીયા હનુમાન રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 65 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે મૃતકના પુત્ર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્કમાં રહેતા બાલુભાઈ દેવાભાઈ કેશવાલા (ઉ.વ. 65) પોતાના ઘરેથી પગપાળા રોકડીયા હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન જયુબેલી તરફથી આવતી હોન્ડા કંપનીની SP125 મોટરસાયકલ (રજી. નં. GJ-25-AG-9995)ના ચાલક મુરું રામદેવભાઈ પરમારે બેદરકારી અને પૂરઝડપે વાહન હંકારી બાલુભાઈને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં બાલુભાઈને માથાના પાછળના ભાગે તેમજ પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલ બાલુભાઈ કેશવાલા (ઉ.વ. 23)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાઈક ચાલક મુરુ રામદેવભાઈ પરમાર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવાના ગુનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya