જિલ્લા પંચાયતની બેઠકોની વિવિધ જગ્યાઓ પર ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
સોમનાથ 17 જૂન (હિ.સ.) સોમનાથ જિલ્લાના પંચાયતની વિવિધ બેઠકોના ગામડાઓમાં 12 ૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના” અને વિકસિત ભારત સંકલ્પ@૨૦૨૭ની ઉજવણીરૂપે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભા
જિલ્લા પંચાયતની બેઠકોની વિવિધ જગ્યાઓ પર ‘જનકલ્યાણ શિબિર’


સોમનાથ 17 જૂન (હિ.સ.) સોમનાથ જિલ્લાના પંચાયતની વિવિધ બેઠકોના ગામડાઓમાં 12 ૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના” અને વિકસિત ભારત સંકલ્પ@૨૦૨૭ની ઉજવણીરૂપે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિરમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.

આ શિબિરમાં લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના, લખપતિ દીદી યોજના, નમો યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, આધાર કાર્ડ સેવા સહિત અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તથા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખઓ, સદસ્યો, ગામના સરપંચ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande