ઉત્પાદિત માલના સંગ્રહ માટેની યોજના બીજ ગામના અશ્વિન વાઢેર હવે પોતાના 'બીજ-બિયારણ' ને સરળતાથી સાચવી શકશે
સોમનાથ,17 જૂન (હિ.સ.) રાજ્યના ખેડૂતો પોતાના મોંઘેરા મોલને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા ''પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના'' હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે.ખેતરમાં બનાવવામાં આવતા બીજ બિયારણના સંગ્રહ માટેના આ ગોડાઉન માટે રાજ્ય સરકાર દ
ઉત્પાદિત માલના સંગ્રહ માટેની યોજના


સોમનાથ,17 જૂન (હિ.સ.) રાજ્યના ખેડૂતો પોતાના મોંઘેરા મોલને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા 'પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના' હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે.ખેતરમાં બનાવવામાં આવતા બીજ બિયારણના સંગ્રહ માટેના આ ગોડાઉન માટે રાજ્ય સરકાર દ્વારા 2 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

અણધાર્યો વરસાદ, વાવાઝોડું કે માવઠાની સ્થિતિમાં ખેડૂતનો તૈયાર થયેલો ઉભો મોલ પલડી જાય છે, સડી જાય છે કે બગડી જાય છે. પરંતુ, આ સહાયથી ખેતરમાં જ ગોડાઉન ઊભું થવાથી ખેડૂત સરળતાથી પોતાના તૈયાર થયેલા પાકને આ ગોડાઉનમાં રાખી શકે છે, સાચવી શકે છે અને તેને જરૂરિયાત લાગે ત્યારે તેની અનુકૂળતાએ વેચી પણ શકે છે.

વેરાવળ ખાતે યોજાયેલા કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનના કાર્યક્રમમાં આજે 'આઇ ખેડૂત પોર્ટલ' પર કરવામાં આવેલી અરજીઓના આધારે મંજૂર કરવામાં આવેલ અરજીઓના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ યોજના હેઠળના એક લાભાર્થી ખેડૂત વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા અશ્વિન વાઢેર છે. જેમને પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટે આજ મંજૂરી હુકમ આપવામાં આવ્યો હતો. આ સહાયથી તેઓ પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવી શકશે.

આ અંગે પ્રતિભાવ આપતાં ખેડૂત અશ્વિનભાઇએ જણાવ્યું હતું કે, હું અને મારો પરિવાર ખેતી અને પશુપાલન કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ. મારે મારા ખેતરમાં ગોડાઉન બનાવવા માટે જરૂરિયાત હતી. આથી મેં 'આઇ ખેડૂત પોર્ટલ' પર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજના માટે અરજી કરી હતી. આ અરજી મંજુર થતા આજે મને હાથોહાથ આ માટેનો મંજૂરી હુકમ આપવામાં આવ્યો હતો.

આ સહાય થકી હું મારુ પોતાનું ગોડાઉન બનાવી શકીશ અને તેમાં સુરક્ષિત રીતે પાક સંગ્રહની સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ રાખી શકીશ.

વર્તમાન રાજ્ય સરકાર છેવાડાના ખેડૂતનો પણ આટલો ખ્યાલ રાખે છે તે આનંદની વાત છે. સરકારે ગીર સોમનાથ જેવા છેવાડાના જિલ્લાના ખેડૂતની પણ દરકાર કરી તે માટે સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande