સાંતલપુર ગામમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પાણી સહિતના પ્રશ્નો ઉઠાવ્યા
પાટણ, 17 જૂન (હિ.સ.)સાંતલપુર ગામમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતના પ્રાથમિક પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. લાંબા સમયથી પાણીની સમસ્યા યથાવત્ રહેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ત
સાંતલપુર ગામમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પાણી સહિતના પ્રશ્નો ઉઠાવ્યા


પાટણ, 17 જૂન (હિ.સ.)સાંતલપુર ગામમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતના પ્રાથમિક પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. લાંબા સમયથી પાણીની સમસ્યા યથાવત્ રહેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું.

કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને પાટણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વજા ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ તેમની સમક્ષ વિવિધ સમસ્યાઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેઓએ ગ્રામજનોની રજૂઆત ને બરાબર સાંભળીને યોગ્ય કરવા કહ્યું હતું.

આ ઉપરાંત ગામમાં વધતી ગંદકી અને હાઈવે પરના દબાણના પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સ્થાનિકોએ સંબંધિત અધિકારીઓ અને આગેવાનોને તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande