જંબુસર પવિત્ર રેસીડેન્સીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોમાં આક્રોશ
- લોકોના આરોગ્ય સાથે ખેલ ખેલતા કેમેરા સામે બોલવાથી ભાગતા ચીફ ઓફિસર! ભરૂચ 17 જૂન (હિ.સ.) : જંબુસર શહેરની પવિત્ર રેસીડેન્સી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ઉભરાઈ રહ્યા છે. રોડ પર વહેતા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે
જંબુસર પવિત્ર રેસીડેન્સીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોમાં આક્રોશ


જંબુસર પવિત્ર રેસીડેન્સીમાં ગટરના પાણી ઉભરાતા રહીશોમાં આક્રોશ


- લોકોના આરોગ્ય સાથે ખેલ ખેલતા કેમેરા સામે બોલવાથી ભાગતા ચીફ ઓફિસર!

ભરૂચ 17 જૂન (હિ.સ.) : જંબુસર શહેરની પવિત્ર રેસીડેન્સી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ઉભરાઈ રહ્યા છે. રોડ પર વહેતા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો તેમજ શાળાએ જતા માસૂમ વિદ્યાર્થીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ અંગે પાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. અહીં ગંદકી એટલી વધી ગઈ છે કે રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ છે. તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ સાંભળતું નથી. જો વહેલી તકે નિકાલ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે.

આ ગંભીર જનસમસ્યા અંગે જ્યારે જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ પોતાની જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા હતા અને કેમેરા સામે કોઈ પણ જાતનો જવાબ આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. અધિકારીઓના આવા નકારાત્મક વલણને પગલે સ્થાનિક જનતામાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande