પોરબંદરમાં 'જનકલ્યાણ શિબિરો' ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની.
પોરબંદર, 17 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાન સેવક’ તરીકેના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના કલ્યાણ માટે એક સરાહનીય પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. જિલ્લાની વિવિધ પંચાયત સીટોમાં આયોજિત
પોરબંદરમાં 'જનકલ્યાણ શિબિરો' ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની.


પોરબંદરમાં 'જનકલ્યાણ શિબિરો' ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની.


પોરબંદર, 17 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાન સેવક’ તરીકેના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના કલ્યાણ માટે એક સરાહનીય પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. જિલ્લાની વિવિધ પંચાયત સીટોમાં આયોજિત 'જનકલ્યાણ શિબિરો' ગ્રામજનો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ પોતાના ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ગ્રામજનોમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

આ જનકલ્યાણ શિબિરો જિલ્લાના અડવાણા, અમરદડ, બખરલા, મંડેર, ઇશ્વરીયા અને બિલેશ્વર ખાતે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી સતત કાર્યરત રહી હતી. શિબિરમાં આવેલા વયોવૃદ્ધો, મહિલાઓ અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે વહીવટી તંત્ર દ્વારા સુંદર માર્ગદર્શન કાઉન્ટર્સ ઊભા કરાયા હતા. જ્યાં અધિકારીઓએ લોકોને યોજનાકીય લાભ મેળવવા માટે જરૂરી માહિતી અને ફોર્મ ભરવામાં સીધી સહાય પૂરી પાડી હતી. અનેક લાભાર્થીઓએ સ્થળ પર જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી વહીવટી સરળતાનો અનુભવ કર્યો હતો.

સ્થાનિક અરજદાર રાઠોડ ધવલ અમીરભાઈ નામના ગ્રામજન પોતાના પુત્રને લઈને શિબિરમાં આવ્યા. સામાન્ય રીતે જે સરકારી દસ્તાવેજો માટે કચેરીઓના ચક્કર લગાવવા પડતા હોય છે, તે કામ અહિયાં ગણતરીની મિનિટોમાં થઈ ગયું.

ધવલભાઈના પુત્ર માટે સ્થળ પર જ આધારકાર્ડની સેવા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હતી. હાથમાં પુત્રનું નવું કાર્ડ જોઈને ધવલભાઈના ચહેરા પર એક સંતોષ અને ખુશીની લહેર દોડી ગઈ હતી. તેમણે આવી ઉત્કૃષ્ટ સેવા બદલ સરકાર અને જિલ્લા પ્રશાસનનો આભાર માન્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ આયોજન અને સંકલનને કારણે તમામ સ્થળોએ શિબિરો ખૂબ જ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી સીધી અને પારદર્શક રીતે પહોંચાડવામાં આ શિબિરો એક મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ છે, જેની ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande