જૂનાગઢ જિલ્લામાં શાળાકીય રમતોત્સવ(SGFI) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા નો આરંભ 25 જૂન સુધી ફોર્મ ભરી મોકલવાનું રહેશે
જુનાગઢ,17 જૂન (હિ.સ.) જૂનાગઢ ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) 2026-27 નું આયોજન આગામી ટુંક સમયમાં હાથ ધરવાનું હોય, આ સ્પર્ધાની પૂર્વ તૈયારીના
જૂનાગઢ જિલ્લામાં શાળાકીય રમતોત્સવ(SGFI) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા નો આરંભ 25 જૂન સુધી ફોર્મ ભરી મોકલવાનું રહેશે


જુનાગઢ,17 જૂન (હિ.સ.) જૂનાગઢ ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) 2026-27 નું આયોજન આગામી ટુંક સમયમાં હાથ ધરવાનું હોય, આ સ્પર્ધાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે વધુને વધુ બાળકો આ સ્પર્ધાઓમાં ભાગ લે અને રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લામાંથી પ્રતિનિધિત્વ વધે તેવા હેતુથી આ વર્ષે એક સરળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જેમાં વ્યક્તિગત અને સાંધિક રમતનું નિયત નમૂનાના ફોર્મમાં દર્શાવેલ સૂચનાઓ મુજબ વિગતવાર ફોર્મ ભરી વિગતો ઝોન/તાલુકા સ્વીકૃતિ કેન્દ્રો (કલેક્શન સેન્ટર) પર હાર્ડકોપીમાં 25 જૂન સાંજે 5 વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે. આ માટે દરેક શાળાના આચાર્યએ SGFI રમતોની યાદી, વયજૂથ દર્શાવતું પત્રક ફરજીયાતપણે નોટીસ બોર્ડ પર લગાવવું. અને દરેક વર્ગખંડમાં આ નોટીસ ફેરવવા જણાવવામાં આવે છે.

સમયમર્યાદા બાદ રજીસ્ટ્રેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. નિયત સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન ફોર્મ સ્વીકૃતિ કેન્દ્ર પર જમા નહિ કરાવનાર વિદ્યાર્થીઓ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande