
વલસાડ, 17 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સુરત શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (આઈપીએસ) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા ફરાર અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. ધનેશા અને તેમની ટીમ કામગીરીમાં હતી.
દરમિયાન એલસીબીના પોલીસ કર્મચારી હરદિપસિંહ હેતુભાને મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સી-પાર્ટ ગુનો નં. 11200011251007/2025, પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 98(2) અને 116(ખ) હેઠળ વોન્ટેડ આરોપી સંદિપસિંહ ઉમાશંકરસિંહ ઠાકુર (ઉ.વ. 40), રહે. નવાગામ આંબેડકરનગર, રૂમ નં. 304, ડિંડોલી, સુરતને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં તે છેલ્લા એક વર્ષથી ફરાર હતો. આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી બાદ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ આરોપી સામે અગાઉ પારડી પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરીમાં પીએસઆઈ જે.બી. ધનેશા સહિત સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, વિવેક ઘનશ્યામભાઈ, હરદિપસિંહ હેતુભા, દશરથ જગદીશભાઈ અને ભાવીક પરભુભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha