લાઠી માર્કેટિંગ યાર્ડને નવા સુકાની મળ્યા: દકુભાઈ પડસાળા ચેરમેન અને વજુભાઈ શંકર વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત
અમરેલી,17 જૂન (હિ.સ.) લાઠી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પૂર્ણ થતાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાઠી માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન તરીકે દકુભાઈ પડસાળાની અને વાઇસ ચેરમેન તરીકે વજુભાઈ શંકરની સર્વા
લાઠી માર્કેટિંગ યાર્ડને નવા સુકાની મળ્યા: દકુભાઈ પડસાળા ચેરમેન અને વજુભાઈ શંકર વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત


અમરેલી,17 જૂન (હિ.સ.) લાઠી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પૂર્ણ થતાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાઠી માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન તરીકે દકુભાઈ પડસાળાની અને વાઇસ ચેરમેન તરીકે વજુભાઈ શંકરની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂક દરમિયાન યાર્ડના ડિરેક્ટરો, આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવી ટીમને અભિનંદન પાઠવતા ઉપસ્થિત આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે તેમના નેતૃત્વ હેઠળ માર્કેટિંગ યાર્ડ વધુ પ્રગતિ કરશે અને ખેડૂતોને વધુ સારી સુવિધાઓ તેમજ પારદર્શક વ્યવહાર મળશે.

નવનિયુક્ત ચેરમેન દકુભાઈ પડસાળાએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને કાર્ય કરશે અને યાર્ડમાં આવતી કૃષિ પેદાશોના વેપારને વધુ સુગમ બનાવવા પ્રયાસ કરશે. તેમજ ખેડૂતોને બજાર ભાવ, સુવિધાઓ અને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયેલા વજુભાઈ શંકરે પણ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ અને યાર્ડના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

નવી નિમણૂક બાદ સમર્થકો અને શુભેચ્છકો દ્વારા બંને હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને શુભકામનાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. લાઠી માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande