રાજુલામાં પરપ્રાંતિય મજૂર પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ, એનિમલ કેર સેન્ટર ખસેડાઈ
અમરેલી,, 17 જૂન (હિ.સ.) રાજુલા તાલુકામાં પરપ્રાંતિય મજૂર પર જીવલેણ હુમલો કરીને તેનું મોત નિપજાવનાર સિંહણને વન વિભાગે સફળતાપૂર્વક પાંજરે પુરી કબજે કરી છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હા
રાજુલામાં પરપ્રાંતિય મજૂર પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ, એનિમલ કેર સેન્ટર ખસેડાઈ


અમરેલી,, 17 જૂન (હિ.સ.) રાજુલા તાલુકામાં પરપ્રાંતિય મજૂર પર જીવલેણ હુમલો કરીને તેનું મોત નિપજાવનાર સિંહણને વન વિભાગે સફળતાપૂર્વક પાંજરે પુરી કબજે કરી છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજુલા વિસ્તારના એક સ્થળે કામ કરી રહેલા પરપ્રાંતિય મજૂર પર સિંહણે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સિંહણની હિલચાલ પર સતત નજર રાખી હતી.

વન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં પાંજરું ગોઠવી સિંહણને ઝડપી લેવા માટે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. સતત મોનિટરિંગ બાદ સિંહણને સુરક્ષિત રીતે પાંજરે પુરવામાં સફળતા મળી હતી. ત્યારબાદ સિંહણને વધુ નિરીક્ષણ અને આરોગ્ય તપાસ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહણના વર્તન અને આરોગ્યની તપાસ કરવામાં આવશે. સાથે જ સ્થાનિક લોકોને જંગલ વિસ્તાર અને સિંહોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ઘટનાને લઈને વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande