
- બાલાજી ટ્રાવેલ્સની બસ, રાજસ્થાનના બાસવાડા થી સુરત જતી હતી
વડોદરા,17 જૂન(હિ.સ.) આજે પણ સવારમાં એક ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યા. વડોદરા શહેરના કોટમબી સ્ટેડિયમ નજીક ટ્રક અને બાસવાડા થી સુરત જતી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતના સમાચાર આવ્યા જેમાં 6ના મોત થયા છે અને 31 લોકો ઘાયલ થયા છે.
બાલાજી ટ્રાવેલ્સની રાજસ્થાનના બાસવાડા થી સુરત જતી લક્ઝરી બસના ચાલકે આગળ ઊભી રહેલી ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માતમાં અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી.
ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ