રાષ્ટ્રપતિ 18 જૂનથી મધ્ય પ્રદેશના 5 દિવસીય પ્રવાસ પર
- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરશે અને કૂનો નેશનલ પાર્કની મુલાકાત લેશે ભોપાલ, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, 18 જૂને મધ્ય પ્રદેશના પાંચ દિવસીય પ્રવાસે આવી રહી છે. તેઓ અહીં 22 જૂન સુધી બૈતૂલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ-ફાઈલ ફોટો


- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરશે અને કૂનો નેશનલ પાર્કની મુલાકાત લેશે

ભોપાલ, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, 18 જૂને મધ્ય પ્રદેશના પાંચ દિવસીય પ્રવાસે આવી રહી છે. તેઓ અહીં 22 જૂન સુધી બૈતૂલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શ્યોપુરના પ્રસિદ્ધ કૂનો નેશનલ પાર્કની મુલાકાત પણ કરશે. તેમના પ્રસ્તાવિત બૈતૂલ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે, આજે ટ્રાયલ લેન્ડિંગ અને કારકેડ રિહર્સલ યોજાશે.

જિલ્લા પ્રશાસન અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, 18 જૂને સવારે 9.25 વાગ્યે ઈન્દોર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ સવારે હેલિકોપ્ટર દ્વારા બૈતૂલ માટે રવાના થશે. રાષ્ટ્રપતિ સવારે 11ઃ10 વાગ્યે બૈતૂલમાં બ્રહ્માકુમારીઓના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે 12ઃ20 વાગ્યે બૈતૂલથી ઓમકારેશ્વર માટે રવાના થશે અને બપોરે 1ઃ40 વાગ્યે ઓમકારેશ્વર પહોંચશે. તેઓ સાંજે 6ઃ20 વાગ્યે ઓમકારેશ્વર મંદિરના દર્શન કરી આરતીમાં સામેલ થશે. તેઓ રાત્રિ નિવાસ એનએચડીસી ગેસ્ટ હાઉસ, ઓમકારેશ્વરમાં કરશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આગામી દિવસ 19 જૂને ઓમકારેશ્વરમાં સવારે 9.50 વાગ્યે આંતરરાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સવારે 11.30 વાગ્યે ઓમકારેશ્વરથી પ્રસ્થાન કરી બપોરે 12.15 વાગ્યે ઈન્દોર એરપોર્ટ પહોંચશે. તેઓ બપોરે 12.25 વાગ્યે ઈન્દોર એરપોર્ટથી પશ્ચિમ બંગાળના કળાઈકુંડ એરપોર્ટ માટે પ્રસ્થાન કરશે.

રાષ્ટ્રપતિ, 20 જૂને સાંજે 6.10 વાગ્યે વિમાન દ્વારા જબલપુર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ સર્કિટ હાઉસ માટે રવાના થશે. તેઓ રાત્રિ નિવાસ જબલપુરના સર્કિટ હાઉસમાં જ કરશે. રાષ્ટ્રપતિ આગામી દિવસ 21 જૂને સવારે 7ઃ20 વાગ્યે જબલપુરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ, બપોરે 11.40 વાગ્યે રાણી દુર્ગાવતી યુનિવર્સિટી, જબલપુરના 36મા કાન્ક્લેવ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.

ત્યારબાદ તેઓ બપોરે 1.20 વાગ્યે જબલપુર એરપોર્ટથી ગ્વાલિયર માટે રવાના થશે. તેઓ બપોરે 2ઃ20 વાગ્યે ગ્વાલિયર પહોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા કૂનો નેશનલ પાર્ક માટે રવાના થશે. તેઓ બપોરે 3ઃ35 વાગ્યે કૂનો ગેસ્ટ હાઉસ પહોંચશે. રાષ્ટ્રપતિ રાત્રિ નિવાસ કૂનો ગેસ્ટ હાઉસમાં કરશે. તેઓ આગામી દિવસ 22 જૂને સવારે 6.30 વાગ્યે કૂનો નેશનલ પાર્કની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ સવારે 10.20 વાગ્યે કૂનો નેશનલ પાર્ક હેલિપેડથી પ્રસ્થાન કરી સવારે 11ઃ05 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે અને ગ્વાલિયર એરપોર્ટથી સવારે 11ઃ15 વાગ્યે દિલ્હી માટે પ્રસ્થાન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande