ઓપરેશન મ્યુલ હન્ટ-2.0 હેઠળ મોટી સફળતા: 7.5 લાખના સાયબર ફ્રોડ કેસમાં નાસતો આરોપી બાબરાથી ઝડપાયો
અમરેલી,, 17 જૂન (હિ.સ.) ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન મ્યુલ હન્ટ-2.0” અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 7.5 લાખના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા આરોપીને પેરો
ઓપરેશન મ્યુલ હન્ટ-2.0 હેઠળ મોટી સફળતા: 7.5 લાખના સાયબર ફ્રોડ કેસમાં નાસતો આરોપી બાબરાથી ઝડપાયો


અમરેલી,, 17 જૂન (હિ.સ.)

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન મ્યુલ હન્ટ-2.0” અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 7.5 લાખના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીએ બાબરા ખાતેથી ઝડપી પાડ્યો છે.

સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપીંડી સામે કડક કાર્યવાહી કરવા ગુજરાત સરકાર તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને તોડી પાડવા, મ્યુલ એકાઉન્ટની તપાસ કરવા અને સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તે દરમિયાન એલસીબી અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા તથા પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સબ ઇન્સ્પેક્ટર એન.જી. સાપરાના નેતૃત્વમાં ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ આરોપી હૈદરઅલી અલીહુસેન કપાસી (ઉંમર 29), રહે. બાબરા, છેલ્લા છ મહિનાથી ફરાર હતો. મળેલી બાતમીના આધારે પોલીસે 16 જૂન, 2026ના રોજ બાબરા વિસ્તારમાંથી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે લાઠી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસ મુજબ આરોપીએ પોતાના આર્થિક લાભ માટે અન્ય લોકોના બેંક ખાતાઓ ભાડે મેળવી તેમાં સાયબર ફ્રોડથી મેળવેલા રૂપિયા જમા કરાવ્યા હતા. આ રીતે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી ઓનલાઈન છેતરપીંડીના ગુનામાં સંડોવણી સામે આવી હતી.

આ સફળ કામગીરીમાં પો.સબ ઇન્સ્પેક્ટર એન.જી. સાપરા, એ.એસ.આઈ. એ.એમ. સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ એસ.કે. શેખે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande