
ભુવનેશ્વર, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત ઓડિશા રાજ્યના મયૂરભંજ જિલ્લા પ્રવાસને ધ્યાનમાં રાખીને, જિલ્લા પ્રશાસને 20 જૂને પહાડપુર ગામમાં મીડિયા પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. પ્રશાસને ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને આ નિર્ણય લીધો છે.
મયૂરભંજ (બારીપદા)ના જિલ્લા માહિતી અને જનસંપર્ક અધિકારી (ડીઆઈ એન્ડ પીઆરઓ) દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્રમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓને 20 જૂને પહાડપુર ગામ ન જવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય જિલ્લા ગુપ્તચર બ્યુરો (ડીઆઈબી) અને પોલીસ અધિક્ષકની ભલામણ પર લેવામાં આવ્યો છે, જેથી વીવીઆઈપી કાર્યક્રમનું શાંતિપૂર્ણ અને સુરક્ષિત આયોજન સુનિશ્ચિત કરી શકાય.
જિલ્લા પ્રશાસને તમામ મીડિયા સંસ્થાઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરતાં સહયોગ આપવાની અપીલ કરી છે.
નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 19 જૂને મયૂરભંજ પહોંચશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને જિલ્લાના પ્રવાસે આવશે. બંને ઉચ્ચ નેતાઓ 20 જૂને પોતાના કાર્યક્રમ હેઠળ પહાડપુર ગામની મુલાકાત લઈ શકે છે.
આ પ્રવાસ દરમિયાન રાયરંગપુરમાં ઓડિશામાં ભાજપ સરકારના બીજા કાર્યકાળની બીજી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં એક વિશાળ જનસભા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. તેને લઈને સમગ્ર જિલ્લામાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીતા મહંતો / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ