મહેસાણાની જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 17 જૂન (હિ.સ.) મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા આજરોજ જનરલ નર્સિંગ સ્કૂલ, મહેસાણા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કા
મહેસાણાની જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 17 જૂન (હિ.સ.) મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા આજરોજ જનરલ નર્સિંગ સ્કૂલ, મહેસાણા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નર્સિંગના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા મહિલાઓના કાર્યસ્થળે સુરક્ષા અને સન્માનના અધિકારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ અધિનિયમ-2013 હેઠળ મહિલાઓને મળતા કાનૂની રક્ષણ, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની ભૂમિકા અને જાતીય સતામણીના વિવિધ સ્વરૂપો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વક્તાઓએ જણાવ્યું હતું કે સુરક્ષિત અને સમાનતાપૂર્ણ કાર્યસ્થળનું નિર્માણ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જરૂરી છે. મહિલાઓને પોતાના અધિકારો અંગે જાગૃત થવા અને કોઈપણ પ્રકારની સતામણી સામે નિર્ભયતાથી અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબો નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યા હતા. જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાનૂની જાગૃતિ વધારવાનો અને કાર્યસ્થળે સુરક્ષિત વાતાવરણ અંગે સમજણ વિકસાવવાનો રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande