એક વર્ષથી ફરાર અપહરણ અને પોક્સો કેસનો આરોપી વિરમગામથી ઝડપાયો
મહેસાણા, 17 જૂન (હિ.સ.) : મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે નોંધપાત્ર કામગીરી કરતાં વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને વિરમગામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સાથે ભોગ બનનારને પણ સુરક્ષિત રીતે હસ્
એક વર્ષથી ફરાર અપહરણ અને પોક્સો કેસનો આરોપી વિરમગામથી ઝડપાયો


મહેસાણા, 17 જૂન (હિ.સ.) : મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે નોંધપાત્ર કામગીરી કરતાં વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને વિરમગામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સાથે ભોગ બનનારને પણ સુરક્ષિત રીતે હસ્તગત કરી વડનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.

રાજ્યભરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. (ક્રાઇમ અને રેલ્વે) દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેના અનુસંધાને ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી રહી હતી.

તપાસ દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે જાણવા મળ્યું હતું કે વડનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી ઠાકોર રાહુલજી રમેશજી, મૂળ સુંઢીયા ગામનો રહેવાસી, હાલમાં વિરમગામ ખાતે રહે છે. માહિતીના આધારે સ્કોડની ટીમે વિરમગામના આઈ.ટી.આઈ. રોડ પર આવેલી શિવ સોસાયટીમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર, કોન્સ્ટેબલ સંજયભાઈ અને હિતેષકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપી અને ભોગ બનનારને વધુ કાર્યવાહી માટે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande