ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા રિક્ષા ચાલક સામે મહેસાણા પોલીસની કાર્યવાહી
મહેસાણા, 17 જૂન (હિ.સ.) : મહેસાણા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવી જાહેર શાંતિમાં ભંગ કરનાર રિક્ષા ચાલક સામે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી શહેરમાં વધતા ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા
ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા રિક્ષા ચાલક સામે મહેસાણા બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી


મહેસાણા, 17 જૂન (હિ.સ.) : મહેસાણા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવી જાહેર શાંતિમાં ભંગ કરનાર રિક્ષા ચાલક સામે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી શહેરમાં વધતા ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાના પ્રયાસોના ભાગરૂપે કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ જાહેર સ્થળો તેમજ રહેણાંક વિસ્તારોમાં ઊંચા અવાજે સંગીત વગાડી લોકોને ત્રાસ પહોંચાડતા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે મુજબ બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાધનપુર ચાર રસ્તા નજીક એક રિક્ષા ચાલક રિક્ષાને ગફલતભરી રીતે હંકારી જોરદાર અવાજે લાઉડ સ્પીકર વગાડતો જોવા મળ્યો હતો.

પોલીસે પંચોની હાજરીમાં ડેસિબલ મીટરથી તપાસ કરતા અવાજનું પ્રમાણ 123 ડેસિબલ નોંધાયું હતું, જે મંજૂર મર્યાદા કરતાં ઘણું વધારે હતું. તપાસ દરમિયાન રિક્ષા ચાલકની ઓળખ સિંધી રોશનઅલી કરીમભાઈ, ઉંમર 24 વર્ષ, રહેવાસી મહેસાણા તરીકે થઈ હતી.

પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. પટેલ સહિત બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande