મેઉ ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ, વિવિધ સરકારી યોજનાઓની માહિતી અપાઈ
મહેસાણા, 17 જૂન (હિ.સ.)મહેસાણા તાલુકાના મેઉ ગામ ખાતે આજરોજ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને લોકોને એક જ સ્થળે જરૂરી માર્ગદર્શન તથા સેવાઓ મળી રહે તે હેતુથ
મેઉ ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ, વિવિધ સરકારી યોજનાઓની માહિતી અપાઈ


મહેસાણા, 17 જૂન (હિ.સ.)મહેસાણા તાલુકાના મેઉ ગામ ખાતે આજરોજ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને લોકોને એક જ સ્થળે જરૂરી માર્ગદર્શન તથા સેવાઓ મળી રહે તે હેતુથી શિબિર યોજાઈ હતી.

શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ, સહાય અને સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. લાભાર્થીઓને યોજનાકીય અરજીઓ, જરૂરી દસ્તાવેજો, આધાર અપડેશન, ફાર્મર રજિસ્ટ્રી, પીએમ કિસાન યોજના, સામાજિક સુરક્ષા યોજનાઓ સહિતની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામજનોએ શિબિરમાં મોટી સંખ્યામાં હાજરી આપી વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના સ્થળ પર જ નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા તેમજ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

જન કલ્યાણ શિબિર દ્વારા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનતા લોકોને રાહત મળી હતી. શિબિર દરમિયાન લાભાર્થીઓએ સરકારની જનહિતલક્ષી પહેલને આવકારી હતી અને આવા કાર્યક્રમો નિયમિત યોજવા માંગ વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande