નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રગતિ પથયાત્રાનું આયોજન
જુનાગઢ, 17 જૂન (હિ.સ.) : રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લોકાર્પણ થયેલ વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેકટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્
જૂનાગઢમાં સ્થિત નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રગતિ પથયાત્રાનું


જુનાગઢ, 17 જૂન (હિ.સ.) : રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લોકાર્પણ થયેલ વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેકટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડલોના પ્રદર્શનો, જન જાગૃતિ માટે પ્રગતિ પથ યાત્રાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢમાં પ્રગતિપથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આ પ્રગતિપથ યાત્રા આવી પહોંચતા યાત્રાના સંયોજકતથા યાત્રમાં સહભાગી બનેલા પદાધિકારીઓને યુનિવર્સિટી ખાતે રજીસ્ટ્રાર ડો.રમેશભાઇ પરમારે આવકાર્યા હતા. આ તકે યાત્રાના હોદેદારઓને કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણએ સંસ્થાની શૈક્ષણિક કામગીરી અને નુતન ભવનની કામગીરીથી અવગત કર્યા હતા.

આ તકે કુલપતિ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્યએ વિકાસના નવા આયામો સિદ્ધ કર્યા છે. વિકાસની આ ગાથામાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થયેલ છે. રાજ્યના ત્તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દુરંદેશિતાના પગલે જુનાગઢના શિક્ષણ ફલકને એક વિકાસભેટ નરસિંહ મહેતા યુનિવર્સિટી સ્વરૂપે મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ પ્રકલ્પોથી તમામ નાગરિકો માહિતગાર બને, વિકાસની પ્રક્રિયામાં જોડાઇ અને વિકસિત ભારતના સંકલ્પને વ્યાપક લોકસહભાગિતા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના તમામ નાગરિકો, લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે માટે સરકારના વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેક્ટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ, લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલોના પ્રદર્શન, બહોળા પ્રમાણમાં જનજાગૃતિ માટે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉક્ત પ્રગતિ પથયાત્રામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના હોદેદારઓ, સ્થાનિક અગ્રણીઓ, મામલતદાર પુરોહિત, તાલુકા વિકાસ અધિકારી જાદવ, દીપક બડેલીયા સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande