પાટણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
પાટણ, 17 જૂન (હિ.સ.) પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો
પાટણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો


પાટણ, 17 જૂન (હિ.સ.) પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખ ભાવિક પટેલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીનો ભવિષ્ય ઉજ્જવળ છે. ખેડૂતોને માત્ર ચર્ચા સુધી સીમિત ન રહી સફળ પ્રાકૃતિક ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ તેમના અનુભવોમાંથી શીખવા અને પ્રેરણા મેળવવા અનુરોધ કર્યો હતો.

તેમણે વડાપ્રધાનના પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહનના સંકલ્પને સાકાર કરવા સૌએ મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી. ખેડૂતો, યુવાનો અને મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં યોગદાન આપવા જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવા એ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માનવ આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને જમીનની ઉર્વરતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. રસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીન, ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ભૂગર્ભજળ પર નકારાત્મક અસર થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ગાયમાતાનું પૂજન કરી પ્રાકૃતિક કૃષિ આધારિત સ્ટોલ અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને સફળ પ્રયોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande