વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરની મુલાકાત કરી, વિવિધ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા પર ભાર
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે ફ્રાન્સના એવિઆનમાં જી7 સમિટ દરમિયાન જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. ચાન્સેલર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ


નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે ફ્રાન્સના એવિઆનમાં જી7 સમિટ દરમિયાન જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. ચાન્સેલર મર્ઝે, વડાપ્રધાનને આ વર્ષના અંતમાં જર્મનીમાં યોજાનારી 8મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ (આઇજીસી) માટે આમંત્રણ આપ્યું.

વિદેશ મંત્રાલય અનુસાર, નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં આવેલી નવી ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. તેમણે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, હરિત અને ટકાઉ વિકાસ, ટેકનોલોજી, ઇનોવેશન, શિક્ષણ અને અવરજવર જેવા ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી.

તેમણે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ રોડમેપ પર હસ્તાક્ષર અને જર્મની મારફતે પસાર થતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝા છૂટ અમલમાં મૂકવાના નિર્ણયનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. તેમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ અને રશિયા-યુક્રેન સંઘર્ષનો સમાવેશ થાય છે. તેમણે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી સહમતિનું પણ સ્વાગત કર્યું.

ઉલ્લેખનીય છે કે, ભારત અને જર્મની 2026માં પોતાના રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવશે. આ વર્ષે બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande