પોરબંદરમાં પીએમ સ્વનિધી મહોત્સવ યોજાયો.
પોરબંદર, 17 જૂન (હિ.સ.)પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે શેરી ફેરિયાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે ભારત સરકારની મહત્વાકાંક્ષી PM SVANidhi (પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,
પોરબંદરમાં પીએમ સ્વનિધી મહોત્સવ યોજાયો.


પોરબંદરમાં પીએમ સ્વનિધી મહોત્સવ યોજાયો.


પોરબંદરમાં પીએમ સ્વનિધી મહોત્સવ યોજાયો.


પોરબંદરમાં પીએમ સ્વનિધી મહોત્સવ યોજાયો.


પોરબંદર, 17 જૂન (હિ.સ.)પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે શેરી ફેરિયાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે ભારત સરકારની મહત્વાકાંક્ષી PM SVANidhi (પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદર તથા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેર, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના શેરી ફેરિયાઓના લાભાર્થે બોખીરા મહેર સમાજ વાડી ખાતે પીએમ સ્વનિધી મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શેરી ફેરિયાઓને વ્યવસાયિક વિકાસ માટે સરળતાથી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો, તેમને ડિજિટલ વ્યવહારો તરફ પ્રોત્સાહિત કરવાનો તેમજ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો હતો. આ વિશેષ કેમ્પમાં યોજનાના હાલના તેમજ સંભવિત લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સેવાઓ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત પ્રવચન તેમજ મહાનુભાવોના પ્રેરણાદાયી ઉદબોધન યોજાયા હતા. ઉપસ્થિત લાભાર્થીઓને યોજનાની વિસ્તૃત માહિતી મળી રહે તે માટે ફિલ્મ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે PM SVANidhi યોજના હેઠળ મંજૂર થયેલ લોનના ચેક લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, આયુષ્માન કાર્ડ, એન.એફ.એસ.એ. યોજના તથા વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બેંકો તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા PM SVANidhi યોજના હેઠળ મળતી જામીન વિના લોન, સમયસર લોનની ચુકવણી બદલ મળતી વ્યાજ સબસિડી તેમજ ડિજિટલ વ્યવહારો બદલ મળતા કેશબેક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નવા લાભાર્થીઓની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ઉપરાંત યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં અંદાજે 900 જેટલા લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન રમેશભાઈ ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર બી.વી. સંચાણીયા, લીડ બેંકના મેનેજર કિરણકુમાર બારોટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, હર્ષદભાઈ બામણીયા, કોર્પોરેટર અજયભાઈ બાપોદરા, અજયભાઈ બોખીરીયા, જ્યોતિબેન આસોડિયા, સોનલબેન મોઢવાડિયા, રેખાબેન લુંદરીયા તથા દક્ષાબેન માવાણી સહિત આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ સ્વનિધી યોજના દ્વારા શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા સરકારના પ્રયાસોને વધુ મજબૂતી મળી રહી છે. આ મહોત્સવ શેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande