
પાટણ, 17 જૂન (હિ.સ.) : પાટણ ડિસ્ટ્રીકટ બિલ્ડર એસોસિએશન દ્વારા નગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવકો અને એસોસિએશન સાથે જોડાયેલા બિલ્ડર સભ્યોના સન્માન માટે વિશેષ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નીલમ પટેલ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, છાયાબેન પટેલ, ગોપાલસિંહ રાજપૂત, ગૌરાંગ મોદી અને મગનલાલ પટેલ સહિતના મહાનુભાવોને શાલ અને વૃક્ષ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહનો મુખ્ય હેતુ જનપ્રતિનિધિઓ અને બિલ્ડર સભ્યોના યોગદાનને બિરદાવવાનો હતો. એસોસિએશનના હોદ્દેદારોએ તમામ નગરસેવકોને શુભેચ્છાઓ પાઠવી અને શહેરના વિકાસ માટે તેમની કામગીરીને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં ચેરમેન વિપુલભાઈ પટેલ, પ્રમુખ નીલમભાઈ પટેલ, મંત્રી ધીલનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને રાજુ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે બિલ્ડર એસોસિએશનના સભ્યો અને નગરપાલિકાના પ્રતિનિધિઓ વચ્ચે શહેરના વિકાસ અને બાંધકામ ક્ષેત્ર સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ એસોસિએશનના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ