અમદાવાદના સીજી રોડ ઉપર પેલિકન ટ્રાફિક સિગ્નલ પર, લાલ લાઈટમાં વાહનચાલકો ઉભા રહેતા નથી,લોકોમાં જાગૃતિનો અભાવ
અમદાવાદ,17 જૂન (હિ.સ.) વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે પુશ-બટન સંચાલિત ટ્રાફિક સિગ્નલ હોય છે તેમ અમદાવાદના સીજી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં આસાની રહે અને અકસ્માત ન સર્જાય તેના માટે પેલિકન ટ્રાફિક સિગ્નલ પ્ર
Pelican traffic signal on CG Road


અમદાવાદ,17 જૂન (હિ.સ.) વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે પુશ-બટન સંચાલિત ટ્રાફિક સિગ્નલ હોય છે તેમ અમદાવાદના સીજી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં આસાની રહે અને અકસ્માત ન સર્જાય તેના માટે પેલિકન ટ્રાફિક સિગ્નલ પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જોકે રાહદારીઓ માટે ઊભી કરવામાં આવેલી આ સુવિધાના ઉપયોગ માટે વાહનચાલકો હજુ વધારે જાગૃત બન્યા નથી.

કોઈપણ નાગરિક રોડ ક્રોસ કરવા જ્યારે બટન દબાવે છે અને રેડ લાઈટ થાય છે તેમ છતાં પણ વાહન ચાલકો ઉભા રહેતા નથી. રાહદારીઓએ ડરતા ડરતા રોડ ક્રોસ કરવો પડે છે. કેટલાક લોકો આ બટનનો ઉપયોગ પણ કરતા નથી.

શહેરના સી.જી રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટ પાસે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી સીજી રોડ ઉપર રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે મ્યુનિસિપલ માર્કેટ પાસે જગ્યા રાખવામાં આવેલી છે, જ્યાં પેલિકન ટ્રાફિક સિગ્નલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. રાહદારીઓ બટન દબાવીને જઈ શકે તેના માટે રેડ અને ગ્રીન એમ બે સિગ્નલ રાહદારીઓની જાણકારી માટે મૂકવામાં આવ્યું છે. વાહનચાલકો માટે પણ રેડ અને ગ્રીન સિગ્નલ મૂકવામાં આવ્યા છે.

જોકે કોઈપણ વ્યક્તિ આ બટન દબાવીને જ્યારે રોડ ક્રોસ કરે છે ત્યારે ત્યાં વાહનચાલકો રેડ લાઈટ હોવા છતાં પણ ઊભા રહેતા નથી.

રાહદારીઓ પેલિકન ટ્રાફિક સિગ્નલનું પૂશ બટન દબાવી ને જ્યારે ગ્રીન સિગ્નલ થઈ જાય છે ત્યારે રોડ ક્રોસ કરવા જાય ત્યારે વાહનો માટે રેડ સિગ્નલ થતી હોવા છતાં પણ કોઈ વાહન ચાલક ગાડી ઉભો રાખતો નથી અને ડરતા ડરતા રાહદારીઓ રોડ ક્રોસ કરે છે. રેડ સિગ્નલ હોવા છતાં પણ વાહન ચાલકો ન રોકાતા અકસ્માતની સંભાવના વધી જાય છે.

જોકે કેટલાક રાહદારીઓ આ બટનનો પણ ઉપયોગ કરતા નથી અને સીધા રોડ ક્રોસ કરવા માટે જતા રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પરંતુ હજી સુધી લોકોમાં તેના જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

સી.જી. રોડ પર શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા, બારીકાઈથી અવલોકન કરવામાં આવશે. જો આ પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ અને લોકઉપયોગી સાબિત થશે, તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ, શહેરના અન્ય ક્રોડવાળા વિસ્તારો અને ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય ચાર રસ્તાઓ પર પણ આવા પેલિકન સિગ્નલ આગામી સમયમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande