રાહુલ ગાંધી આજે કોટાથી દેશવ્યાપી આંદોલનની શરૂઆત કરશે
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.). લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, નીટ પ્રશ્નપત્ર લીક અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને બુધવારે રાજસ્થાનના કોટાથી રાષ્ટ્રવ્યાપી આંદોલન ''છાત્રોની ગૂંજ'' શરૂ કરશે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.). લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, નીટ પ્રશ્નપત્ર લીક અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને બુધવારે રાજસ્થાનના કોટાથી રાષ્ટ્રવ્યાપી આંદોલન 'છાત્રોની ગૂંજ' શરૂ કરશે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, 'છાત્રોની ગૂંજ' મહારેલી અંતર્ગત સમગ્ર દેશમાં પ્રદર્શન, અભિયાન અને ચર્ચાઓ યોજાશે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન મોદી ના કાર્યકાળ દરમિયાન શિક્ષણ બજેટને એક દાયકા પહેલાંના 4.7 ટકાથી ઘટાડીને આજે 2.4 ટકા કરી દેવાયું છે, જેના કારણે લગભગ એક લાખ સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે.

પાર્ટીએ રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (નીટ) અને કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીઈબીએસઈ)માં થયેલા કથિત કૌભાંડો, સતત થતા પ્રશ્નપત્ર લીક, અત્યંત કોચિંગ ફી અને બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી છે.

બયાનમાં દાવો કરવામાં આવ્યો કે, દેશમાં 29.1 ટકા સ્નાતકો બેરોજગાર છે અને છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસોમાં 65 ટકા વધારો થયો છે.

કોટા બાદ આ અભિયાન ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (એનએસયુઆઈ) અને યુવા કોંગ્રેસના નેતૃત્વમાં આગળ વધશે. આ અંતર્ગત રાહુલ ગાંધી પ્રયાગરાજ, પટના અને દિલ્હીમાં યોજાનારા સંમેલનોને પણ સંબોધિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande