પાટણ એપીએમસીમાં સ્નેહલ પટેલ ફરી ચેરમેન, હરેશ મોદી વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી
પાટણ, 17 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ચેરમેન પદે સ્નેહલ પટેલ અને વાઇસ ચેરમેન પદે હરેશ મોદીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવી ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં આ નિર્ણય લેવાયો હતો
પાટણ APMCમાં સ્નેહલ પટેલ ફરી ચેરમેન, હરેશ મોદી વાઇસ ચેરમેન


પાટણ, 17 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ચેરમેન પદે સ્નેહલ પટેલ અને વાઇસ ચેરમેન પદે હરેશ મોદીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવી ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં આ નિર્ણય લેવાયો હતો. બુધવારે માર્કેટયાર્ડ ખાતે પાલનપુરના જિલ્લા રજિસ્ટ્રાર એમ.આર. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રસંગે માર્કેટયાર્ડના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

ચેરમેન પદ માટે ભાજપમાં આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. પૂર્વ જિલ્લા પ્રમુખ મોહનભાઈ પટેલ અને વર્તમાન ચેરમેન સ્નેહલ પટેલે દાવેદારી નોંધાવી હતી, પરંતુ પક્ષના મેન્ડેટ મુજબ સ્નેહલ પટેલને ફરી તક આપવામાં આવી હતી. ડિરેક્ટરોની બેઠકમાં સ્નેહલ પટેલને ચેરમેન અને હરેશ મોદીને વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા. બંનેની બિનહરીફ વરણી જાહેર થતાં સભ્યોએ ફૂલહાર અને શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.

નવનિયુક્ત ચેરમેન સ્નેહલ પટેલે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી. તેમણે હરાજી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા, ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરવા અને પાટણ માર્કેટયાર્ડને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande