ફીફા વિશ્વ કપ 2026: મેસીની હેટ્રિકથી અર્જેન્ટીનાની શાનદાર શરૂઆત, અલ્જીરિયાને 3-0થી હરાવ્યું
કાન્સાસ સિટી, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.). સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ, વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ પોતાના નામે કરતાં, ફીફા વિશ્વ કપ 2026ના પ્રથમ મુકાબલામાં હેટ્રિક ફટકારી અને અર્જેન્ટીનાને અલ્જીરિયા સામે 3-0ની શાનદાર જીત અપાવી. 38 વર્ષીય મેસીએ, મેચમાં
સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી


કાન્સાસ સિટી, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.). સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ, વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ પોતાના નામે કરતાં, ફીફા વિશ્વ કપ 2026ના પ્રથમ મુકાબલામાં હેટ્રિક ફટકારી અને અર્જેન્ટીનાને અલ્જીરિયા સામે 3-0ની શાનદાર જીત અપાવી.

38 વર્ષીય મેસીએ, મેચમાં ત્રણ ગોલ કરીને માત્ર ટીમને જીત જ નહીં અપાવી, પરંતુ વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલના રેકોર્ડની પણ બરાબરી કરી. મેસી હવે વિશ્વ કપમાં 16 ગોલ સાથે જર્મનીના પૂર્વ સ્ટ્રાઇકર મિરોસ્લાવ ક્લોઝેની બરાબરીએ પહોંચી ગયા છે.

આ સાથે જ મેસી, વિશ્વ કપના ઇતિહાસમાં પાંચ અલગ-અલગ વિશ્વ કપ સંસ્કરણોમાં ગોલ કરનાર બીજા ખેલાડી બન્યા. આ સિદ્ધિ અગાઉ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હાંસલ કરી હતી.

અર્જેન્ટીનાએ મુકાબલાની શરૂઆતથી જ આક્રમક રમત દેખાડી અને મેસીએ પોતાની શાનદાર લય જાળવી રાખતા અલ્જીરિયાની રક્ષણપંક્તિને સતત પરેશાન કરી. તેમના ત્રણેય ગોલે સ્ટેડિયમમાં હાજર દર્શકોને રોમાંચિત કરી દીધા.

મેસીએ આ મુકાબલા સાથે વધુ એક રેકોર્ડ પણ બનાવ્યો. તેઓ વિશ્વ કપમાં હેટ્રિક લગાવનાર સૌથી વધુ વયના ખેલાડી બન્યા અને આ મામલે તેમણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકોર્ડ પણ પાછળ છોડ્યો.

વિશ્વ ચેમ્પિયન અર્જેન્ટીનાએ આ જીત સાથે પોતાના અભિયાનની દમદાર શરૂઆત કરી છે અને ટીમે ખિતાબ બચાવવાની દિશામાં મજબૂત સંકેતો આપ્યા છે.

હવે અર્જેન્ટીના પોતાના આગામી મુકાબલામાં આ જ લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે અલ્જીરિયા વાપસીની આશા સાથે આગામી મેચની તૈયારી કરશે.

હિંદુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande