રાજુલામાં ટ્રક બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા, રૂ. 3.78 લાખનો મુદ્દામાલ કબજે
અમરેલી,17 જૂન (હિ.સ.) રાજુલા પોલીસ સ્ટેશનની ટીમે હીડોરણા અને રાજુલા ટાઉન વિસ્તારમાં થયેલી ટ્રક બેટરી ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલી તમામ 12 બેટરીઓ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર સહિત કુલ રૂ. 3.78
રાજુલામાં ટ્રક બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા, રૂ. 3.78 લાખનો મુદ્દામાલ કબજે


અમરેલી,17 જૂન (હિ.સ.) રાજુલા પોલીસ સ્ટેશનની ટીમે હીડોરણા અને રાજુલા ટાઉન વિસ્તારમાં થયેલી ટ્રક બેટરી ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલી તમામ 12 બેટરીઓ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર સહિત કુલ રૂ. 3.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તા. 13 જૂન 2026ની રાત્રિથી 14 જૂન 2026ની સવારે દરમિયાન હીડોરણા ગામ નજીક હાઇવે પર પાર્ક કરાયેલા ટ્રકોમાંથી તેમજ રાજુલા ટાઉન વિસ્તારમાંથી અજાણ્યા શખ્સોએ કુલ 12 બેટરીઓની ચોરી કરી હતી. ચોરી થયેલી બેટરીઓની કિંમત રૂ. 78,040 હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા કેમેરાની મદદથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાળા રંગની બલેનો કારની ઓળખ કરવામાં આવી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ આગળ વધારતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

પોલીસે અખ્તર અબ્દુલકાદરભાઈ જીરૂકા (સાવરકુંડલા), અરમાન સુલેમાનભાઈ ડેલા (રાજકોટ) અને જુબેરભાઈ સિકંદરભાઈ જીરૂકા (રાજુલા)ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ રાત્રિના સમયે ચારચક્રી વાહનમાં ફરી પાર્ક કરાયેલા ટ્રકોને નિશાન બનાવી કિંમતી બેટરીઓ ચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

રાજુલા પોલીસની સતર્ક કામગીરીના પરિણામે સમગ્ર ચોરીકાંડનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મળી છે. આ કામગીરી પો.સબ.ઇન્સ્પેક્ટર એમ.એફ. ચૌહાણ અને સર્વેલન્સ ટીમના અધિકારીઓ તથા કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande