સિદ્ધપુર યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે રોયલ કેસ્ટર ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
પાટણ, 17 જૂન (હિ.સ.) : યોગંજલી કેળવણી મંડળ, ગણેશપુરા (સિદ્ધપુર) દ્વારા સંચાલિત યોઞાજલિ વિદ્યાવિહાર ખાતે સતત 13મા વર્ષે સિદ્ધપુર પંથકની અગ્રણી ઓઇલ કંપની રોયલ કેસ્ટર ઓઇલ મિલના CSR ફંડ હેઠળ કાર્યરત રોયલ કેસ્ટર ફાઉન્ડેશન દ્વારા શાળાના તમામ 430 વિદ્યાર્
સિદ્ધપુર યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે રોયલ કેસ્ટર ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો


પાટણ, 17 જૂન (હિ.સ.) : યોગંજલી કેળવણી મંડળ, ગણેશપુરા (સિદ્ધપુર) દ્વારા સંચાલિત યોઞાજલિ વિદ્યાવિહાર ખાતે સતત 13મા વર્ષે સિદ્ધપુર પંથકની અગ્રણી ઓઇલ કંપની રોયલ કેસ્ટર ઓઇલ મિલના CSR ફંડ હેઠળ કાર્યરત રોયલ કેસ્ટર ફાઉન્ડેશન દ્વારા શાળાના તમામ 430 વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ 6 લેખે કુલ 2580 ઇકો-ફ્રેન્ડલી તથા ઉમદા ગુણવત્તાવાળી ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રોયલ કેસ્ટર ઓઇલ મિલના મેનેજિંગ ડિરેક્ટર કિરણભાઈ પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સિદ્ધપુરના મંત્રી સુરેશભાઈ પંચાલ, યોઞાજલિ કેળવણી મંડળના નિયામિકા જિજ્ઞાબહેન દવે, ટ્રસ્ટી દિલીપભાઈ પુરોહિત, જ્હાનવીબેન શુક્લ, શાળા સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો એ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની શુભેચ્છાઓ પાઠવી તથા અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા અને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ અંતે સંસ્થાના પ્રતિનિધિઓએ રોયલ કેસ્ટર ફાઉન્ડેશનનો આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande