પોરબંદરના બરડા પંથકમાં મેઘરાજાના અમી છાંટણા
પોરબંદર, 17 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય બફારાના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. એક તરફ તાપમાનનો પારો સતત ઊંચો રહેતા લોકો પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવતાં મંગળવારે સાં
પોરબંદરના બરડા પંથકમાં મેઘરાજાના અમી છાંટણા


પોરબંદર, 17 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય બફારાના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. એક તરફ તાપમાનનો પારો સતત ઊંચો રહેતા લોકો પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવતાં મંગળવારે સાંજના સમયે બરડા પંથકના ખાંભોદર સહિત આસપાસના ગામોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ક્યારે આકરો તાપ તો ક્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે અને બપોરે કાળઝાળ ગરમી અનુભવાય છે, જ્યારે સાંજના સમયે વાદળોની અવરજવર વધતા વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે.જોકે હજી સુધી ચોમાસાની સત્તાવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી, તેમ છતાં બરડા પંથકમાં પડેલા વરસાદી ઝાપટાંએ ચોમાસાની આગમનની આહટ કરાવી છે.

મંગળવારે સાંજે ખાંભોદર સહિતના વિસ્તારોમાં અચાનક વાદળો ઘેરાઈ આવ્યા હતા અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડયું હતું.

વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો હતો.બીજી તરફ ખેડૂતો પણ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 13 હજાર હેક્ટર વિસ્તારમાં મગફળી અને કપાસનું આગોતરું વાવેતર થઈ ચૂક્યું છે. વાવેતર બાદ પાકના સારા ઉગાવા અને વિકાસ માટે નિયમિત વરસાદ જરૂરી હોવાથી ખેડૂતોની નજર હવે આકાશ તરફ મંડાયેલી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાશે તેવી ખેડૂતોમાં આશા જોવા મળી રહી છે.હવામાનમાં સતત ફેરફાર અને વરસાદી માહોલના કારણે આગામી દિવસોમાં જિલ્લામાં ચોમાસું બેસવાની સંભાવનાઓ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. જોકે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તે અંગે સૌની નજર હવામાન વિભાગની આગાહી પર ટકેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande