શિવસેના યુબીટીના છ બળવાખોર સાંસદોએ પક્ષ છોડ્યો, શિંદે જૂથમાં જોડાશે
મુંબઈ, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) શિવસેના યુબીટીના છ બળવાખોર સાંસદોએ, બુધવારે પક્ષ છોડીને અલગ જૂથ બનાવી લીધું છે. આ તમામ બળવાખોર સાંસદો ૧૯ જૂને શિવસેનાના શિંદે જૂથમાં જોડાવાના છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ના કાર્યાલયે આ તમામ છ બળવાખોર સાંસદોને અલગ જ
શિવસેના યુબીટીના છ બળવાખોર સાંસદોએ પક્ષ છોડ્યો, શિંદે જૂથમાં જોડાશે


મુંબઈ, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) શિવસેના યુબીટીના છ બળવાખોર સાંસદોએ, બુધવારે પક્ષ છોડીને અલગ જૂથ બનાવી લીધું છે. આ તમામ બળવાખોર સાંસદો ૧૯ જૂને શિવસેનાના શિંદે જૂથમાં જોડાવાના છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ના કાર્યાલયે આ તમામ છ બળવાખોર સાંસદોને અલગ જૂથની માન્યતા આપી દીધી છે.

શિંદે જૂથની રાષ્ટ્રીય પ્રવક્તા સઈના એનસીએ બુધવારે જણાવ્યું કે, તેમની પાર્ટીનું ઓપરેશન 'પ્રગતિ' સફળ થઈ ગયું છે. બહુ જલ્દી આ તમામ છ સાંસદો તેમની પાર્ટીમાં જોડાશે.

શિવસેના યુબીટીના નવ સાંસદો વર્ષ ૨૦૨૪માં થયેલી લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. તેમાં ધરાશિવથી ઓમરાજે નિમ્બાલકર, પરભણીથી સંજય જાધવ, મુંબઈ ઉત્તર-પૂર્વથી સંજય દીના પાટિલ, હિંગોલીથી નાગેશ પાટિલ અષ્ટિકર, શિરડીથી ભાઉસાહેબ વાકચૌરે અને યવતમાલ-વાશિમથી સંજય દેશમુખે આજે પક્ષ સામે બળવો કરીને અલગ જૂથ બનાવ્યું છે. જોકે, શિવસેના યુબીટીના અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજે હજુ પણ શિવસેના યુબીટી સાથે છે.

ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની કાનૂની ટીમ દિલ્હી પહોંચી ગઈ છે અને આ તમામ સાંસદોના શિંદે જૂથમાં જોડાવા સંબંધિત સંવિધાનિક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે. શિંદેએ પોતાની ટીમને સૂચના આપી છે કે, કાનૂની વિવાદો અથવા તકનીકી સમસ્યાઓથી બચવા માટે ખાતરી કરે કે, સંભવિત રાજકીય ઘટનાઓ વચ્ચે તમામ પ્રક્રિયાઓ નિયમો અનુસાર હોય.

શિવસેના યુબીટીના પ્રવક્તા સંજય રાઉતે, આ તમામ સાંસદો પર દબાણ કરીને તોડવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે શિંદે જૂથના સાંસદ નરેશ હ્મસ્કેએ કહ્યું કે, તમામ સાંસદો પક્ષ નેતૃત્વથી નારાજ હતા, તેથી આ તમામે પક્ષ સામે બળવો કર્યો છે અને તેમની પાર્ટીમાં જોડાવાનો મન બનાવી લીધો છે. નરેશ હ્મસ્કેએ કહ્યું કે, સંજય રાઉતે પોતાના સાંસદોની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ.

શિવસેના યુબીટીના સાંસદ અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને સંજય રાઉતે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આ તમામ છ સાંસદોને અલગ જૂથની માન્યતા ન આપવા માંગ કરી હતી, પરંતુ લોકસભા અધ્યક્ષે આ તમામ છ સાંસદોના અલગ જૂથને માન્યતા આપી દીધી છે. તેથી આ તમામ છ સાંસદોના શિવસેના શિંદે જૂથમાં જોડાવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande