ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણે 12 વર્ષની બાળકીનું જીવન જોખમમાં મૂક્યું, સુરતથી અજમેર લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું
સુરત, 18 જૂન (હિ.સ.): સુરતમાં રહેતી 12 વર્ષની એક બાળકી સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન તેની ઓળખાણ 26 વર્ષીય અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક સાથે થઈ હતી. શરૂઆતમાં મિત્રતા તરીકે શરૂ થયેલો સંપર્ક ધીમે ધીમે વધુ ગાઢ બન્યો અને આરોપી
Rape attempt


સુરત, 18 જૂન (હિ.સ.): સુરતમાં રહેતી 12 વર્ષની એક બાળકી સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન તેની ઓળખાણ 26 વર્ષીય અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક સાથે થઈ હતી. શરૂઆતમાં મિત્રતા તરીકે શરૂ થયેલો સંપર્ક ધીમે ધીમે વધુ ગાઢ બન્યો અને આરોપીએ બાળકીને પોતાના વિશ્વાસમાં લઈ લીધી હતી.

પોલીસ તપાસ મુજબ, 14 જૂને આરોપી બાળકીને ફોસલાવી સુરતમાંથી અજમેર લઈ ગયો હતો. બાળકી અચાનક ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અજમેર લઈ ગયા બાદ આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસે આરોપી સામે અપહરણ અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે કે બાળકોના મોબાઇલ અને સોશિયલ મીડિયા ઉપયોગ પર સતત નજર રાખવી જરૂરી બની ગઈ છે, જેથી તેઓ અજાણ્યા લોકોના પ્રભાવમાં ન આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande