આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે થશે
સુરત, 18 જૂન (હિ.સ.): પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘યોગ વિદ્યા’ને વિશ્વ ફલક ઉપર લાવી માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તા.21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે થશે


સુરત, 18 જૂન (હિ.સ.): પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘યોગ વિદ્યા’ને વિશ્વ ફલક ઉપર લાવી માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તા.21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સમગ્ર વિશ્વની સાથે સુરત જિલ્લાકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં થશે. આ યોગદિનમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ જોડાશે.

આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત મહાનગરપાલિકાકક્ષાએ કોમ્યુનિટી હોલ, બાગ-બગીચાઓ મળી 47 સ્થળોએ, તમામ તાલુકાઓ, નગરપાલિકાકક્ષાએ ૧૫ સ્થળોએ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સવારે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન તમામ સ્થળોએ લોકો યોગાભ્યાસ કરશે. અલગ અલગ સ્થળોએ ધારાસભ્યો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોગદિનના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત શાળા-કોલેજો, ગ્રામ પંચાયતો, પોલીસ સ્ટેશનો, આરોગ્ય કેન્દ્રો, જેલ તથા આર્ટ ઓફ લિવિગ, પતંજલિ, ગાયત્રી પરિવાર સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ યોગદિનના કાર્યક્રમો જોડાશે. આ યોગના કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં લોકોને જોડાવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande